________________
જૈન શાસનના ચમકતા હીરાઓ C ૯૫
નંદન મુનિ
૪૫.
પ્રભુ મહાવીરનો પચીસમો ભવ શ્રી નંદન મુનિ. કેવું ઉત્કૃષ્ટ ચારિત્ર અને અંત વખતે કેવી સુંદર આરાધના કરી દેવલોક ગયા ! શાશ્વત - મોક્ષ સુખ પામવા કેવું ચારિત્ર પાળવું જોઈએ તેનો સુંદર દાખલો આ વાર્તા પૂરી પાડે છે.
પ્રભુ મહાવીર ચોવીસમા ભવે મહાશુક્ર દેવલોકમાં હતા. ત્યાંથી વી ભરતખંડને વિષે છત્રા નામની નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીની કુખે નંદન નામે પુત્ર થયા. તે યૌવનવાન થતાં રાજ્યગાદી પર બેસાડીને જિતશત્રુ રાજાએ સંસારથી નિર્વેદ પામી દીક્ષા લીધી. લોકોને આનંદ ઉત્પન્ન કરનાર તે નંદન રાજા સમૃદ્ધિથી ઇંદ્રના જેવો થઈ યથા વિધિ પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યો. અનુક્રમે જન્મથી ચોવીશ લાખ વર્ષ વ્યતિ ક્રમાવી વિરક્ત થઈને તે નંદન રાજાએ પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. નિરંતર માસો-પવાસ કરવા વડે પોતાના શ્રામણ્યને ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચાડતા નંદન મુનિ ગુરુની સાથે ગ્રામ, નગર અને પુર વગેરેમાં વિહાર કરવા લાગ્યા. તે બંને પ્રકારનાં અપધ્યાન (આર્ટ, રૌદ્ર)થી અને દ્વિવિધ બંધન (રાગ-દ્વેષ)થી વિજત હતા, ત્રણ પ્રકારના દંડ (મન, વચન, કાયા), ત્રણ પ્રકારના ગારવ (ઋષિ, રસ, શાતા) અને ત્રણ જાતિના શલ્ય (માયા, નિદાન, મિથ્યા દર્શન)થી રહિત હતા. ચાર કષાયને તેમણે ક્ષીણ કર્યા હતા, ચાર સંજ્ઞાથી વર્જિત હતા, ચાર પ્રકારની વિકથાથી રહિત હતા, ચતુર્વિધ ધર્મમાં પરાયણ હતા અને ચાર પ્રકારના ઉપસર્ગોમાં પણ તેમનો ધર્મમાં ઉદ્યમ અસ્ખલિત હતો; પંચવિધ મહાવ્રતમાં સદા ઉઘોગી હતા અને પંચવિધ કામ (પાંચ ઇંદ્રિયોના વિષય)ના સદા દ્વેષી હતા, પ્રતિદિન પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં આસક્ત હતા, પાંચ પ્રકારની સમિતિને ધારણ કરતા હતા અને પાંચ ઇંદ્રિયોને જીતનાર હતા; ષડ્ જીવ - નિકાયના રક્ષક હતા, સાત ભયના સ્થાનથી વર્જિત હતા, આઠ મદના સ્થાનથી વિમુક્ત હતા, નવ વિધ બ્રહ્મચર્યની ગુપ્તિને પાળતા હતા અને દશ પ્રકારના યતિધર્મને ધારણ કરતા હતા, સમ્યક્ પ્રકારે એકાદશ અંગનું અધ્યયન કરતા હતા, બાર પ્રકારની રુચિવાળા હતા, દુ:ખહ એવી પરીષહની પરંપરાને તે સહન કરતા હતા અને તેઓને કોઈ પ્રકારની સ્પૃહા નહોતી. આવા તે નંદન મુનિએ એક લાખ વર્ષ સુધી માસખમણના પારણે માસખમણનું તપ કર્યું. એ મહાતપસ્વી મુનિએ અદ્વૈત ભક્તિ વગેરે વીસ સ્થાનકોના આરાધનથી, મુશ્કેલથી મેળવી શકાય તેવું તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. એવી રીતે મૂળથી જ નિષ્કલંક એવા સાધુપણાને આચરીને આયુષ્યને અંતે તેમણે આ પ્રમાણે આરાધના કરી.