________________
જૈન શાસનના ચમકતા હીરાઓ / ૧૦૯
થઈ શકે નહિ, પણ આપણે બે જણ છૂપી રીતે અહીંથી જતા રહેવું જોઈએ. બધા વિહાર કરીએ તો લોકો જાણી જાય અને આપણને અટકાવે માટે જલદી કરો.”
આચાર્ય મહારાજ નૂતન દીક્ષિત મુનિને કહે છે, તારી વાત બરાબર છે. તું એક વાર જઈને રસ્તો જોઈ આવ. અત્યારે સાંજ પડવા આવી છે. અંધારું થઈ જશે તો રસ્તામાં તકલીફ ઊભી થશે." માટે ભદ્રસેન મુનિ થોડે સુધી જઈ રસ્તો જોઈ આવે છે અને આચાર્યશ્રીને લઈને તે સ્થાનકથી નીકળી જાય છે. ગુરુ મહારાજ વૃદ્ધ છે અને આંખે ઓછું દેખાય છે એટલે ભદ્રસેન મુનિ તેમને ખભે બેસાડી ઉતાવળે ઉતાવળે વિહાર કરે છે. પણ રસ્તો ખાડાટેકરાવાળો હોઈ ખભે બેઠેલા મહારાજને આંચકા આવે છે અને નૂતન દીક્ષિતને બરાબર ચાલવા તાકીદ કરે છે. પણ અંધારું વધતાં રસ્તાના ખાડા-ટેકરામાં પગ પડી જતાં ભદ્રસેન મુનિ કોક વાર સમતોલપણું ગુમાવે છે આથી આચાર્ય અતિ
ધ કરી જોરથી પોતાનો દંડો નૂતન મુનિના માથામાં મારે છે અને કહે છે, “તું દેખતો નથી. મારી આ વૃદ્ધાવસ્થાએ તું મને આ રીતે દુઃખ આપે છે.” દંડાના પ્રહારથી અને લોચ એ દિવસે કર્યો હોવાથી નૂતન મુનિના ટાલિયા માથા ઉપર લોહી આવવા માંડે છે. પણ આ અવસ્થામાં પણ નૂતન દીક્ષિત ભદ્રસેન મુનિ સમતા રાખી વિચારે છે. અધિક્કાર છે મારા આત્માને, મેં પૂજ્યશ્રીને પહેલા જ દિવસે, ગુરુદેવને અશાતા આપી. મારે ધીરે ધીરે સાવધ રહીને ચાલવું જોઈતું હતું. આવા ગુણરત્નના સાગર જેવા ગુરુદેવને મેં રોષનું નિમિત્ત આપ્યું. તેઓનો કોઈ દોષ નથી. ખરેખર હું દોષિત છું. આ રીતે હૃદયની સરળતાથી ભદ્રિક એવા તે નૂતન મુનિ પોતાના દોષોને જોતાં શુભ ધ્યાને ચઢ્યા, અને ક્ષેપક શ્રેણી પર પહોંચતાં તેઓ કેવળજ્ઞાન પામ્યા. કેવળજ્ઞાની એવા ભદ્રસેન મુનિ જ્ઞાનના યોગે બધું જાણી શકે છે. હવે તે ગુરુ મહારાજ, જે ખભા ઉપર બેઠેલ છે તેમને જરાકે આંચકા ન પહોંચે તે રીતે સીધા રસ્તે લઈ જઈ શકે છે. હવે આચાર્ય મહારાજ કહે છે કે, હવે તું બરાબર ઠેકાણે આવ્યો. સંસારમાં એવો નિયમ છે કે ચમત્કાર વિના નમસ્કાર નહિ. દંડો પડ્યો એટલે હવે કેવો સીધો થઈ ગયો ! કેમ બરાબર છે ને ? હવે સીધો ચાલવા માંડ્યો ને.”
નૂતન દીક્ષિત કહે છે, "ભગવાન એ આપની કૃપાનું ફળ છે. રસ્તો બરાબર જાણી શકાય છે, એ આપશ્રીની અમી ષ્ટિના યોગે જ્ઞાનથી જાણી શકાય છે.” આ સાંભળી આચાર્યશ્રી આશ્ચર્ય પામે છે અને વિચારે છે કે નૂતન દીક્ષિત કહે છે કે જ્ઞાનથી જાણી શકાય છે. તો તેને ક્યું જ્ઞાન હશે? હવે થોડું થોડું અજવાળું થતાં ગુરુ મહારાજને શિષ્યના માથા પર લોહી નીકળેલ દેખાય છે તેથી પૂછે છે, “તને આ મારા દંડાના પ્રહારથી લોહી