________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૦૭
શ્રી ભદ્રસેન
૪૯
ઉજજયની નગરીમાં એકદા સાધુસમુદાય સાથે પૂ. આચાર્ય શ્રી ચંડરુદ્રસૂરીજી પધાર્યા છે. કર્મયોગે આચાર્યશ્રી શિષ્યોની સ્કૂલના સહન કરી શકતા ન હતા. આથી તેમને ઘણો સંતાપ થતો અને કોળી થઈ જતા. આ ક્ષેધ એ પોતાનો મહાન દોષ છે, તે એ બરાબર સમજતા અને અન્યોનું હિત કરવા જતાં પોતે પોતાનું ચૂકી જવાય છે તે પણ સમજતા. આવા દોષના પ્રસંગો વારંવાર ન બને તે માટે સમુદાયથી થોડે દૂર પોતાનો નિવાસ રાખતા. એ જ રીતે પોતાના સમુદાયથી થોડે દૂરના એકાંત ભાગમાં પોતાનાં જપ-તપ તથા ધ્યાન આદિ ધાર્મિક પ્રવૃત્તિમાં બેઠા હતા.
તે દિવસે ગામના પાંચ - સાત તોફાની યુવાનો મજાક-ઠેકડી કરતા ત્યાં આવી પહોંચ્યા.
એક બીજાની મશ્કરી કરતાં કરતાં એક યુવકે બીજા એક યુવક ભદ્રસેનને દીક્ષા લેવાની વાત કરી. બીજા યુવાનો હા હા મઝાની વાત ભદ્રસેન તો આમે ભદ્રિક છે. વ્રત-ત૫ કરે છે. સાધુસંતોની ભક્તિ કરે છે. માટે તે સાધુ થઈ જાય તો સરસ. એમ એકબીજાની મશ્કરી - મજાક કરતા આ સાધુ સમુદાય પાસે આવી ગયા અને કહ્યું, સાહેબ, આ ભદ્રસેન દીક્ષાનો ભાવિક છે તેનું માથું મુંડી નાખો. આ સાંભળી બીજા યુવકો હા હા ખીખી કરવા લાગ્યા. એટલે સાધુઓ સમજી ગયા કે આ યુવકો ફક્ત ટીખળ - મશ્કરી કરવા આવ્યા છે. આમ વિચારી સાધુ સમુદાયે આંગળી ચીંધી કહ્યું, 'ભાઈઓ ! પણે અમારા ગુરુદેવ આચાર્યશ્રી બેઠા છે ત્યાં જાઓ અને તેમને તમારી વાત જણાવો."
એટલે એ ટોળકી આચાર્યશ્રી ચંદ્રસૂરિજી પાસે આવી અને કહ્યું, “મહારાજ, આ અમારો દોસ્ત ભદ્રસેન; એણે હમણાં જ લગ્ન કર્યા છે. પણ સંસાર ઉપર મોહ નથી અને ભદ્રિક છે. તેને દીક્ષા આપો." બીજા મિત્રોએ આ સાંભળી હા હા કરતાં તાળીઓ પાડી સૂર પુરાવ્યો. આચાર્યશ્રી સમજી ગયા કે, આ યુવકોની યુવાનીની આ મસ્તી - મજાક છે.