________________
ચંદનબાલા ચંદનબાલા (વસુમતિ) એક રાજકુમારી હતી. કર્મ પ્રમાણે રાજ્યમાં લૂંટ ચાલી. રાજવી પિતા મૃત્યુ પામ્યા. માતા ધારિણી અને ચંદનાને કોઈ દુષ્ટ સૈનિકો ઉપાડી ગયા. કર્મની ગતિ વિષમ છે. પળમાં રંક, પળમાં રાજા બનાવવાની તાકાત કર્મમાં જ છે. ચંદનાને ભરબજારમાં વેચી દેવામાં આવી. ખરીદનાર પુણ્યશાળી ધર્મિષ્ઠ શેઠ મળ્યા. આટલાં કષ્ટમાં પણ એને શેઠ મળતાં ચંદનાને પ્રસન્નતા પ્રાપ્ત થઈ. પરંતુ ચંદનાને જોઈને મૂલા શેઠાણી ભારે બળતી રહેતી હતી. એક દિવસની વાત છે. શેઠ ઘર પર આવ્યા તો શેઠાણી ઘર પર નહોતી. ચંદના પગ ધોવા લાગી. શેઠે એના પાણીમાં પડેલા વાળ ઊંચા કર્યા. તે
શ્ય જોઈને મૂલા શેઠાણી શંકિત થઈ. શંકાનું કોઈ કારણ નહોતું. શેઠ
તેને પુત્રી સમાન ગણતા હતા. ૩. તો પણ માતા સમાન મૂલા તેને કષ્ટમાં નાખવાના પ્રયત્નો કરવા લાગી.
નિર્દોષ બાળાનું માથું મુંડાવીને તેના હાથ-પગમાં બેડી નાખીને નીચે
ભોંયરામાં નખાવી દીધી. ત્રણ દિવસ સુધી શેઠને પણ ખબર ના પડી. ૪. ત્રીજા દિવસે શેઠને જાણ થઈ તો તેઓ ભારે દુઃખી થયા. એને બહાર
બોલાવવા ગયા. પહેલાં એને ખાવા માટે સૂપડના ખૂણા જેટલા અડદના
બાકળા આપ્યા. ૫. ત્યારે ચંદના વિચારી રહી હતી કે કોઈ ભિક્ષુક મળે તો તેને ભોજન
કરાવું. ચંદનાનાં અહોભાગ્ય કે પાંચ મહિના અને પચ્ચીસ દિવસના ઉપવાસી પરમાત્મા મહાવીર દેવ ભોજનના સમયે ચંદનાની પાસે આવ્યા, પરંતુ એની આંખોમાં આંસુ નહીં જોતાં પાછા ફર્યા. પછી ચંદનાની આંખોમાં આંસુ જોતાં જ પ્રભુ પધાર્યા અને અડદના બાકળા પ્રભુને વહોરાવ્યા. સાવ બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ.
ધન્ય સની ચંદનબાલા