________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૦૧
ના પાડી. વેશ્યાઓએ તેને લઈ જવા માટે બળનો આશરો લીધો. ત્યારે શ્વસુમતિ ચિત્તને વિષે બહુ ખેદ ધરવા લાગી. તેણીના શિયળની રક્ષા માટે એક દેવે આકાશમાંથી આવી તે વેશ્યાનું નાક કાપી નાખ્યું અને તેની કાયા કાળી તુંબડી જેવી કરી નાખી. આથી વેશ્યાઓ ગભરાઈ અને તેઓના ઘરે જતી રહી. આથી સુભટ વસુમતિને વેચવા બીજી બજારમાં જઈ ઊભો રહ્યો, ત્યાં ધનાવહ શ્રેષ્ઠી તેણીને લેવા આવ્યો. તેને રાજકુમારીએ પૂછ્યું, તમારા ઘરમાં મારે શું કામ કરવાનું છે ? શેઠે ક્યું, "અમારા કુળમાં જિનદેવની પૂજા, સાધુઓની સેવા, ધર્મ શ્રવણ, જીવદયા પાલન આદિ કરીએ છીએ.” ધનાવહ શેઠની આવી વાત સાંભળી હર્ષ પામીને વસુમતિ કહેવા લાગી, “હે સુભટ ! જો તું મને વેચવાનો હોય તો, આ શેઠને ત્યાં વેચજે.” સુભટે તેને ત્યાં જ વેચી. શેઠ વસુમતિને ઘરે લઈ ગયો. આમ આ રાજપુત્રી શુભ કર્મશે સારે ઘેર પહોંચી.
શેઠની સ્ત્રી મૂળા આને જોઈ વિચારવા લાગી. મારો પતિ આને સ્ત્રી કરી રાખવાને માટે લાવ્યો લાગે છે. હમણાં તો તેને દીકરી કહે છે, પણ પુરુષનું મન કોણ સમજી શકે છે ?
ધનાવહ શેઠે વસુમતિનું નામ ચંદનબાળા રાખ્યું, એટલે હવેથી વસુમતિ ચંદન બાળાના નામે ઓળખાવા લાગી.
એકદા મૂળા શેઠાણી પાડોશણને ઘરે ગઈ હશે એવામાં ધનાવહ શેઠ ધરે આવ્યા. તે વખતે ચંદનબાળાએ શેઠને પિતાના આસને બેસાડીને વિનયપૂર્વક તેમનાં ચરણ ધોવા લાગી. આ વખતે મૂળા શેઠાણી ઘરે આવી. ચંદનબાળાની ભૂમિ ઉપર પડતી વેણીને શેઠે પોતાની પાસે લીધી અને ચંદનબાળાને શેઠનાં ચરણ ધોતી જોઈ વિચારવા લાગી કે, આ શેઠ ગમે ત્યારે આને પોતાની સ્ત્રી બનાવી મને કાઢી મૂકશે યા તો વિષ આપી મને મારી નાખશે. માટે વિષવેલીને ઊગતાં જ છેદી નાખવી જોઈએ.
ધનાવહ શેઠ એક વેળા બહારગામ ગયા હતા. તે વખતે મૂળા શેઠાણીએ ચંદન બાળાનું મસ્તક મુંડાવી નાખ્યું અને પગમાં બેડી નાખી તેને ભોંયરામાં પૂરીને તાળું મારી દીધું. પોતાના મનથી સંતોષ માનવા લાગી અને વિચારતી રહી કે શોક્યને મારવાનો વળી દોષ શાનો ?
ογ
ચંદનબાળા ભોંયરામાં વિચાર કરે છે કે મારાં કર્મ જ આવાં છે. નગરમાંથી સુભટે પકડી. માર્ગમાં માતાનું અવસાન થયું. વળી ઢોરની માફક બજારમાં વેચાવું પડ્યું. પણ કંઈક સારા નસીબે વેશ્યાને ત્યાં વેચાતાં બચી. હવે અંધારા ઓરડામાં ભૂખે-તરસે પડી રહેવાનું છે.” હે વીતરાગ ! તારું શરણ છે; અહીં એકાંત છે, ધર્મધ્યાન કરીશ - એમ '