________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૮૭
શ્રી સતી સુભદ્રા
વસંતપુર નગરમાં જિનદાસ નામે એક મંત્રી હતા. તેને તવ માલિની નામની ધર્મિષ્ઠ પત્ની હતી, તેની કુખે સુભદ્રાનો જન્મ થયો હતો.
સુભદ્રાએ ઉચ્ચ કેળવણી મેળવી જૈન ધર્મના તત્ત્વજ્ઞાનનો સારો અભ્યાસ કર્યો, તેથી તે જૈન ધર્માનુરાગી તો હતી જ ૫ણ ૪ શ્રદ્ધાળુ પણ બની. | વયસ્ક થતાં, પિતાએ યોગ્ય વર શોધવા મહેનત કરી. જેવી પુત્રી ધર્મની જ્ઞાતા છે તેવો જ ધર્મી વર પણ મળે તેવી તેની ઇચ્છા હતી.
ચંપાનગરીથી આવેલા એક બુદ્ધઘસે સુભદ્રાના રૂપગુણનાં વખાણ સાંભળ્યા અને નક્કી કર્યું કે પરણવું તો સુભદ્રાને જ. પણ તે જૈન ધર્મ ન હતો. સુભદ્રા જૈન ધર્મીને જ પરણવા માગતી હતી. એટલે બુદ્ધદાસે જૈન ધર્મના આચારવિચાર અને ક્રિયાકાંડ ઉપર ઉપરથી જાણી લીધા અને કપટી શ્રાવક બની ગયો.
જીનદાસે આ બુદ્ધદાસને જૈન ક્રિયાકાંડ કરતો જોયો અને સુભદ્રા માટે યોગ્ય વર છે એમ સમજી બુદ્ધદાસ સાથે સુભદ્રાનાં લગ્ન કર્યા. સુભદ્રા બુદ્ધદાસ સાથે સાસરે આવી.
થોડા વખતમાં સુભદ્રાને સમજ પડી ગઈ કે બુદ્ધદાસ કે આ કુટુંબ જૈન ધર્મી નથી. પણ લાચાર. લગ્ન થઈ ગયાં એટલે સંસાર નિભાવવો જ રહ્યો અને કૌટુંબિક ફરજો બધી સારી રીતે બજાવતી અને સમય મળતાં ધર્મધ્યાન કરતી પણ તેની સાસુને આ ગમતું નહીં એટલે તે સુભદ્રાનાં દૂષણો શોધ્યા કરતી.
એકા એક તપસ્વી સાધુ મહારાજ સુભદ્રાને આંગણે વહોરવા પધાર્યા. ઋષિમુનિનું મુખ જોતાં સુભદ્રાને ખ્યાલ આવ્યો કે મુનિની આંખમાં તણખલું પડેલ હતું અને આંખમાંથી લોહી વહી રહ્યું હતું. સુભદ્રાને કરુણા ઊપજી. ગમે તેમ કરી મુનિની આંખમાંથી તણખલું કાઢવું જોઈએ - એવા સદભાવથી પોતાની જીભવતી મુનિની આંખમાંથી તણખલું કાઢવા પ્રયત્ન ર્યો. આમ કરતાં પોતાના કપાળમાં કરેલા ચાંદલો સાધુના કપાળને લાગી ગયો અને સાધુ ધર્મલાભ આપી પાછા ફર્યા પણ પાછા ફરતાં મુનિના કપાળમાં ચાંદલો જોતાં સાસુજી વિઠ્ય. વહુને ન કહેવાય એવા