________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૯૧
ચોમાસા દરમ્યાન સાધુઓના આચારવિચાર જોતાં તે કંઈક કૂણો બન્યો હતો તેથી નિયમ લેવા, વગર આનાકાનીએ તૈયાર થઈ ગયો, “હે ભગવાન, કંઈક નિયમ (વ્રત VOW) આપો" એટલે ગુરુએ તેને ચાર નિયમો આપ્યા.
૧. અજાણ્યું ફળ ખાવું નહીં. ૨. કાગડાના માંસનું ભક્ષણ કરવું નહીં. ૩. રાજાની રાણી તારી ઉપર પ્રીતિવાળી થાય તો પણ તેનો સંગ કરવો નહીં અને ૪. કોઈની પણ ઉપર પ્રહાર કરવો હોય તો સાત પગલાં પાછું હઠી પછી પ્રહાર કરવો."
આ ચાર નિયમો ગ્રહણ કરી, ગુરુને પ્રણામ કરી વંકચૂલ પાછો પોતાના સમાજમાં આવ્યો.
એકદા એક દૂરના ગામ ઉપર ધાડ પાડી પાછા ફરતાં માર્ગમાં ભૂલા પડ્યા - ત્રણ દિવસો સુધી અટવીમાં રખડવું પડયું. ભૂખ તરસે સખ્ત બધા પીડાતા હતા, ત્યાં એક ઝાડ ઉપર સુંદર ફળો જોયાં. બધાએ ભૂખ્યા હોવાથી ફળ આરોગ્યાં. પણ વંકચૂલે ફળનું નામ જાણવાનો આગ્રહ રાખ્યો. કોઈ તે ફળનું નામ ન કહી શકવાથી ખાધું નહીં. અજાણ્યાં ફળ ન ખાવાનો તેને નિયમ હતો. ખાનાર દરેક જણ મરણ પામ્યા. વંકચૂલ ફળ ન ખાવાથી બચી ગયો અને રાત્રે પલ્લીમાં આવી વિચારવા લાગ્યો કે નિયમ પાલને મને બચાવી લીધો.
એક દિવસ વંકચૂલ કોઈ કામે પરગામ ગયો હતો, તે વખતે તેના બૈરીનાટકવાળાઓએ તેના મહેલ પાસે આવી નાટક કરવા માંડ્યું અને લલકારી લલકારી વંકચૂલને મહેલની બહાર આવવા કહ્યું,. વંકચૂલની બહેન પુષ્પચૂલા મહેલમાં હતી. તેણે વિચાર્યું કે અત્રે વંકચૂલ નથી તેવું આ વૈરીઓ જાણશે તો સમાજના ઘણા લોકોને મારી નાખશે, એટલે તેણે વંકચૂલનો વેષ પહેરી અસલ વંકચૂલ જેવો દેખાવ કરી, વંકચૂલની પત્ની સહિત બહાર આવી નાટક જોયું અને નાટક પૂર્ણ થયે, નાટકિયાઓને દાન આપ્યું. નાટકિયા વિદાય થઈ ગયા. પુષ્પચૂલા મોડી રાત્રે મહેલમાં આવી. નિદ્રાના ધેનના કારણે વંકચૂલના પુરુષ વેષમાં જ પુષ્પચૂલા અને વંકચૂલની પત્ની સાથે સુઈ ગયાં. પરોઢિયાના ટાઈમે વંકચૂલ પોતાના મહેલમાં આવ્યો અને પોતાની સ્ત્રીને પરપુરુષ સાથે સૂતેલી જોઈ ોધાતુર થઈ બન્નેને મારવા ખડ્ગ ઉગામ્યું પણ તરત તેને નિયમ યાદ આવ્યો, એટલે સાત ડગલાં પાછો હટ્યો. પાછા હટતાં ભીંતની સાથે ખડ્ગ અથડાણું એટલે બહેન પુષ્પચૂલા જાગી ઊઠી. “ભાઈ વંકચૂલ ચિરકાળ પર્યંત આયુષ્ય ભોગવો” એમ કહી પલંગમાંથી ઊભી થઈ એટલે વંકચૂલ આશ્ચર્ય પામ્યો અને પુરુષ વેષ પહેરવાનું બહેનને કારણ પૂછ્યું. બહેને નાટકથી બનેલી હકીક્ત કહી. વંકચૂલ પરિસ્થિતિ સમજી વિચારવા લાગ્યો. અરે ક્ષણમાં પોતાની સ્ત્રી અને સગી બહેનનો પોતાના હાથે ઘાત થઈ જાત પણ નિયમને લીધે અસાધારણ રીતે બન્ને બચી ગયાં. પોતે પણ બે સ્ત્રીની હત્યાના ગુનામાંથી બચી ગયો. વાહ મુનિરાજ વાહ... ગુરુએ આપેલ નિયમની પ્રશંસા કરવા લાગ્યો અને મુનિ નિ:સંશય મહાજ્ઞાની હતા એવા વિચારે મનોમન ગુરુને વંદના કરવા લાગ્યો.