________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૮૬
ઓધો સુપ્રત કર્યો અને નટને ઘરે આવી બન્ને નટ પુત્રીઓ સાથે લગ્ન કર્યાં અને સંસારી બન્યા અને સુંદર નાટકો ભજવવા લાગ્યા.
એકદા રાજસભામાં રાષ્ટ્રપાલ અને ભરતેશ્વરનો વૈભવ' નાટક ભજવવા ગયા. કોઈ કારણસર રાજાને ખાસ બીજું કામ હોવાથી નાટક બંધ રાખ્યું અને અષાઢાભૂતિ
પણ
ઘેર પાછા આવ્યા.
અષાઢભૂતિ જલદી પાછા આવવાના નથી એમ જાણવાથી બન્ને સ્ત્રીઓ માંસમિંદરાનું સેવન કરી ભાન ભૂલીને બિભત્સપણે પલંગમાં સૂતી હતી. મોઢે માખીઓ બણબણ કરતી હતી, કારણ કે અયોગ્ય ભક્ષણને લીધે બન્નેને ઊલટીઓ થઈ ગઈ હતી. આવી દશામાં બન્ને સ્ત્રીઓને જોતાં અષાઢભૂતિનો આત્મા સળગી ઊઠ્યો અને વિચારવા લાગ્યા : ‘અરે રે ! આવી સ્ત્રીઓના મોહમાં મેં દીક્ષા છોડી ? ધિક્કાર છે મને. મારે આ સંસાર તજી દેવો જોઈએ.” ફરીથી ગુરુજી પાસે જઈ દીક્ષા અંગીકાર કરવી જ જોઈએ. બન્ને સ્ત્રીઓને પોતાની દીક્ષાની ઇચ્છા કહી જવા પગ ઉપાડ્યા પણ બન્ને સ્ત્રીઓએ છેડો પકડી તેમની ભરણપોષણની જવાબદારી પૂરી કરી પછી જાવ એમ આગ્રહ કર્યો. આથી તેમની વાત સ્વીકારી તેઓ યોગ્ય વખતે રાજસભામાં
નાટક કરવા ગયા.
૫૦૦ રાજકુમારો સાથે તેમણે ભરતેશ્વરનું નાટક આબેહૂબ ભજવવા માંડ્યું, નાટકમાં એકાકાર થઈ ગયા અને ભરત મહારાજાની જેમ અરીસા ભવનમાં વીંટી સરી પડતાં અનિત્ય ભાવનામાં ચઢ્યા અને નટરૂપે જ અષાઢભૂતિ ૫૦૦ રાજુકુમારો સાથે જાણે કે કેવળજ્ઞાન થઈ ગયું હોય તેમ અભિનય કરી ગુરુ પાસે આવ્યા. સસરાને રાજા પાસેથી ધન અપાવ્યું અને અષાઢભૂતિ પાછા ગુરુ પાસે આવી ચારિત્ર લઈ આકરાં વ્રત પાળી પાપ આલોઈ, અણસણ કરી કાળક્રમે મોક્ષમાં સિધાવ્યા.
થાઓ મારા નમન તમને, દુ:ખને કાપનારા, થાઓ મારા નમન તમને, ભૂમિ શોભાવનારા, થઓ મારા નમન તમને, આપ દેવાધિદેવા, થાઓ મારા નમન તમને, સંસ્કૃતિ કાળ જેવા.