________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૬૯
સૂરી પાસે દીક્ષા લીધી અને તીવ્ર તપશ્ચર્યા કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયાં. નમિ રાજાએ રાજ્ય કરતાં અનેક રાજાઓને નમાવી શકેન્દ્રની કીર્તિ સંપાદન કહી.
યુગબાહુ અને મણિરથના મૃત્યુ પછી યુગબાહુના પુત્ર ચંદ્રયશાને રાજ્ય ગાદી ઉપર બેસાડ્યો.
એક વખત નમિરાજાનો મુખ્ય હાથી જે ખંભે બાંધેલ હતો તે સ્તંભને મૂળમાંથી ઉખેડીને નાઠો. તે અટવીમાં ઘૂમતો હતો તે ચંદ્રયશા રાજાના હાથમાં આવ્યો. નમિરાજાના માણસોએ આવી આ હાથીની ચંયશા પાસે માગણી કરી પણ આ માગણી ચંદ્રયશાએ ધુત્કારી કાઢી, આથી બન્ને રાજાઓ એકબીજા સાથે લઢવા તૈયાર થયા. નમિરાજા પોતાના સૈન્ય સાથે સુદર્શનપુર જવા રવાના થયા અને સુદર્શન આવી નગરીને ચોતરફથી ઘેરી લીધું.
મદનરેખા જેમણે યતિધર્મ અંગીકાર કર્યો હતો, જેમનું સાધ્વી તરીકે સુવ્રતા નામ હતું, તેમણે આ બન્ને ભાઈઓના કલહની વાત જાણી. બન્ને સગા સહોદરા ભાઈઓ હોવા છતાં લડશે અને હજારો જીવોનો ઘાત થશે. આ પાપના ભાગીદાર બન્ને ભાઈઓ થશે અને નરકે જશે એમ વિચારી પોતાની ગુણીની આજ્ઞા લઈ તે બને યુદ્ધકર્તાઓની પાસે આવી, નમિરાજાને મળતાં નમિરાજાએ વંદના કરી. સાધ્વીજી પાસે ધર્મોપદેશ સાંભળ્યો અને ચંદ્રયશા તેનો જેષ્ઠ ભ્રાતા છે તે વાત કરી અને પૂર્વ સંબંધ કહી સંભળાવ્યો અને સુવ્રતા સાધ્વી એ તેની માતા છે પણ નમિરાજાએ યુદ્ધ કરવાનું જ વલણ ચાલુ રાખ્યું, આથી સુવ્રતાશ્રીજી બીજા ભાઈ ચંદ્રયશા પાસે જઈન બન્ને જણ લડો છો તે સગા સહોદર છો અને લડવાથી કોઈને ફાયદો નથી અને બને નરક ગતિના પાપ બાંધશો, એ વાત સમજાવી, જેથી ચંદ્રયશા પોતાના ભાઈને મળવા ચાલ્યો. મોટાભાઈ પોતાને મળવા આવે છે તે જાણી નમિરાજા પણ સંગ્રામ તજી જ્યેષ્ઠ ભ્રાતાના પગમાં પડયો. મોટાભાઈએ તેને ઊભો કરી, હૃદયથી ભેટ્યો અને ઉત્સાહ પૂર્વક પોતાના ભાઈને નગર પ્રવેશ કરાવ્યો અને ચંદ્રયશાને નમિરાજાએ રાજ્ય ગ્રહણ કરવા જણાવ્યું, કારણ કે માતાજીએ બન્નેનો સંબંધ સમજાવ્યો અને હવે મને રાજ્યનો ખપ નથી, હું સંયમ માર્ગે જઈશ એમ જણાવ્યું. નમિરાજાએ પણ પોતે સંયમ લેવા કહ્યું પણ મોટાભાઈએ નાનાભાઈને રાજ્ય સોંપી દીક્ષા લેવી તે યોગ્ય છે તેમ સમજાવી રાજ્યપૂરા નમિરાજાને સોંપી દીક્ષા ગ્રહણ કરી.
સાધ્વી મદનરેખા ઉર્ફે સુવ્રતાશ્રીજી સર્વ કર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી મોક્ષે ગયાં.