________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૮૦
આ વખતે ઇલાચીકુમારે દૂર એક ય જોયું. એક સુંદર સ્ત્રી સાધુ મહારાજને વહોરાવતી હતી, પણ સાધુ રંભા જેવી સ્ત્રીની સામે પણ જોતા નથી. ધન્ય છે આવા સાધુને અને હું ક્યાં ? માતાપિતાની વાત ન માની એક નટડી ઉપર મોહિત થઈ મારા કુળને કલંકિત કર્યું. આમ વિચારતાં વિચારતાં ચિત્ત વૈરાગ્ય વાસિત થયું. આ રીતે દોરડા ઉપર નાચતા ઇલાચીકુમાર અનિત્ય ભાવના ભાવવા લાગ્યો અને તેના કર્મસમૂહ ભેદાયાથી તે કેવળજ્ઞાન પામ્યો એટલે દેવતાઓએ આવી સુવર્ણકમળની રચના કરી. તે ઉપર બિરાજી ઈલાચીકુમારે ત્યાં રાજા સહિત બધાને ધર્મદેશના આપી અને રાજાના પૂછવાથી પોતાના પૂર્વ ભવની વાત જણાવી જાતિમદના કારણે પૂર્વ ભવની તેની સ્ત્રી મોહિની લંખીકારની પુત્રી થઈ અને પૂર્વ ભવના સ્નેહના કારણે પોતે આ નટ પુત્રી ઉપર મોહિત થયો હતો.
મૂળિયાં વૃક્ષ તો વવાયું, પણ એના ઉછેર માટેનું પોષણ કોણ પુરું પાડે એને - એ જવાબદારી મૂળિયાંએ સ્વીકારી. એટલે જ વૃક્ષનો ઘડેધૂર ઘટાટોપ, એનાં પાંદડાં, પુષ્પો ને ડાળો, એનું સૌંદર્ય ને સૌષ્ઠવ પ્રાદુર્ભાવ પામ્યાં. | છતાંય મૂળિયાંને તો છાને ખૂણે જમીનમાં દટાયેલા રહેવાનું ને કદી ન દેખાવાનું વ્રત પાળવાનું જ ગમ્યું. - એના આ સમર્પણને લીધે જ વૃક્ષોનાં તમામ અંગો પોતપોતાને જરૂરી હોય એવું પોષણ પામ્યાં.
એને લીધે જ ગુલાબ સુગંધ પામ્યાં. એને લીધે જ કમળ સૌંદર્ય પામ્યાં ને એને લીધે જ આંબા રસકસ પામ્યાં.
વાહ રે ! પ્રકૃતિરાજ્યના પુરવઠા • પ્રધાન, તમારું અને સમર્પણ !
મૂળિયાંની જેમ છાનું પોષણ આખા કરીએ.