________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૭૯ ભોગવવાનો વારો આવ્યો. હવે હું નિષેધ કરી તેને રોકીશ તો તે મૃત્યુ પામશે તો મારી શી ગતિ થશે ! માટે સારાસારનો વિચાર કરીને પેલા નટને મળ્યા અને પોતાના પુત્ર સાથે તેની પુત્રીની માગણી કરી નટે કહ્યું, “ભલે જો તમારા પુત્રની એવી જ ઇચ્છા હોય તો તેને અમારી પાસે મોકલો.”
પિતાએ ઘરે આવી ઇલાચી પુત્રને નટ પુત્રી સાથે પરણવા ન છૂટકે હા પાડી અને પુત્રને નટ પાસે મોકલ્યો. નટે ઇલાચી પુત્રને કહ્યું, “જો, નટ પુત્રીને પરણવું હોય તો અમારી નૃત્ય કળા શીખ. બરાબર તેમાં પારંગત થઈશ તો તને એ કન્યા આપશું."
કામાર્થી ઇલાચીકુમારે નૃત્યકળા શીખવા માંડી.
અલ્પ સમયમાં તે નૃત્યકળાને વિષે પ્રવીણ બની ગયો. લેખીકાર ઇલાચીકુમાર અને પોતાની પુત્રીને નચાવતાં દ્રવ્ય ઉપાર્જન કરવા લાગ્યો. સારું એવું દ્રવ્ય ઉપાર્જન થયા પછી મહોત્સવ પૂર્વક પુત્રી પરણાવવાની લેખીકારે હા કહી
મોટા પ્રમાણમાં દ્રવ્ય ઉપાર્જન કરવું હોય તો કોઈ મોટા રાજ્યમાં જઈ ત્યાંના રાજા-મહારાજાને મૃત્યુથી ખુશ કરવા જોઈએ. આવા ખ્યાલથી લખીકાર ઇલાચીકુમાર તથા તેની આખી મંડળીને લઈને બેનાત નગરે ગયાં. ત્યાં તેણે ત્યાંના રાજા મહી પાળને કહ્યું : “અમારે આપને એક નાટક બતાવવું છે.” ભૂપાળે હા કહી એટલે તેણે વિનય સહિત નાટય અને નૃત્યના પ્રયોગો શરૂ કર્યા. બે વાંસની બે ઘોડી બનાવી. તેમાં વચ્ચે દોરડું બાંધી તે દોરા ઉપર નૃત્ય કરવા લાગ્યો. આ વખતે રાજાની નજર લિંખીકારની પુત્રી ઉપર પડી અને તે તેના ઉપર મોહિત થયો. પણ તેને કેમ મેળવી શકાય ? તેથી તેણે વિચાર કર્યો કે નટ જો દોરડા ઉપરથી નીચે પડી જાય અને મરી જાય તો આ નટડી ને પામી શકે. એથી તેણે નટકારને ફરીથી અધ્ધર ઘરડી ઉપર નાચ કરવા કહ્યું. ઈલાચીકુમારે બીજી વાર દોરડા ઉપર સૂઈ જઈ ઉત્કૃષ્ટ નૃત્ય કર્યું. આથી પણ રાજા ખુશ ન થયો અને ફરીથી નિરાધાર દોરડ ઉપર રહી નૃત્ય કરવા કહ્યું. આ વખતે રાજાના ભાવ એવા જ હતા કે નટકાર કેમ દોરડા ઉપરથી બેલેંસ ગુમાવી પડી જાય અને મરી જાય અને નટડી મેળવી શકાય. ત્યારે ઇલાચીકુમારના ભાવ એવા છે કે રાજા કેમ ખુશ થઈ મોટું ઇનામ આપે અને નટડી સાથે લગ્ન કરે. બન્નેના ભાવ તદ્દન જુઘ હતા. વારંવાર આમ નૃત્ય કરવાનું રાજા કહેતા હતા, તે વાતને ઈલાચીકુમાર સમજી ગયો કે રાજાની દાનત બૂરી છે. તે મારું મૃત્યુ ઇચ્છે છે.