________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૭૭
તેઓને વંદન કરીને પ્રહારી કહેવા લાગ્યો કે, "મેં સ્ત્રી, બ્રાહ્મણ, ગાય તથા બાળગર્ભની હત્યા કરી છે. તો હે કૃપાનિધિ ! નરક ગતિથી મને બચાવો - એક જ પ્રાણીના વધથી નરક ગતિ થાય છે તો મારું શું થશે ? શી ગતિ થશે ? મહાત્મા - મને બચાવો. મને આપની દીક્ષા આપો” ગુરુએ તેને સંસારથી વિરક્ત જાણી સંયમ આપ્યું. પ્રહારીએ દીક્ષા લઈ તપ કરતાં કરતાં એવો અભિગ્રહ લીધો કે “જે જે દિવસે મને આ મારું પાપ સાંભરશે, તે તે દિવસે હું આહાર નહિ લઉં અને કોઈ વૈરી મને હણશે તો તેને પણ હું ક્ષમા કરીશ.”
આવા અભિગ્રહ સાથે પોતે ઘણી વખત જે ગામ ઉપર ધાડ પાડી હતી તે કુશસ્થળ નગરમાં ભિક્ષાર્થે જાય. ત્યાં તેમને જોઈ નગરના લોક "ગો-બ્રાહ્મણ- સ્ત્રી-બાળ હત્યારો" એમ કહી લાકડી તથા પથ્થર આદિથી મારવા લાગ્યા. પણ આ મહાત્મા શાંત ચિત્તે બધું સહન કરતા ચિંતવવા લાગ્યા, "હે જીવ, તેં આ પ્રમાણે અનેક જીવોને નિર્દયપણે હણ્યા છે. ઘણાની લક્ષ્મી તથા સ્ત્રીઓનું હરણ કર્યું છે. બહુ બહુ અસત્યો ઉચ્ચાર્યાં છે અનેક કુટુંબમાં સ્ત્રીઓથી બાળકોના વિયોગ કરાવ્યા છે તો હવે આ બધું સહન કરવાનો તારો વારો આવ્યો છે, તો આ બધાના ઉપસર્ગ તારે સહન કરવા. એમના અપરાધની ક્ષમા કરવી. કોઈ સંજોગમાં બ્રેધ ન જ કરવો. અત્યારે આ લોકો મારાં કર્મોને ક્ષય કરવામાં મિત્રની માફક મદદ કરી રહ્યા છે. મુક્તિરૂપી સુખ આપવા ન ક૨ેલી એવી સહાયતા કરી રહ્યા છે. ક્રેધ એઓ ઉપર ન થાય. દોષ દેવો જ હોય તો પોતાના કર્મને દોષ દેવો. મારા તો આ પરમ બાંધવો છે. અહો ! હું તો મારા કર્મોને હણું છું પણ આ લોકોનું શું થશે ? આ ઉપસર્ગો કરવાથી તેઓ નરકે જવા જેવાં કર્મ બાંધશે. તેવી રીતે તેઓ પ્રત્યે કરુણા ભાવ ભાવવા લાગ્યા.
γ
આવી ઉત્તમ ભાવના ભાવતાં ભાવતાં તેમના અધ્યવસાય ક્ષણે ક્ષણે શુદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે તેમણે ચૌદમું ગુણસ્થાનક પ્રાપ્ત કરી કેવળજ્ઞાન મેળવ્યું.
માણસ કેવો હોવો જોઈએ ? વાણીમાં સુમધુર, શાણો, ભવ્ય દેખાવવાળો, છતાં નમ્ર સ્વભાવનો અને નિર્ભય છતાં વિનયશીલ, અદબવાળો અને મૃદુ હૃદયનો.
એડવીન આરનોલ્ડ