________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૭૬
શ્રી પ્રહારી
એક નગરમાં જીર્ણદત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને યજ્ઞદત્ત નામનો ઉદ્ધૃત પુત્ર હતો. કાળે કરી યજ્ઞદત્તનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં. નાનપણથી તે મૃગયા રમવા જતો તેથી તે મૃગના શિકારમાં કુશળ હતો. પણ ગરીબીને લીધે જીવવું મુશ્કેલ લાગ્યું તેથી તે નગરીની બહાર ચોર લોકોની પલ્લીમાં ગયો. ત્યાં પલ્લીપતિ ભીમને તે મળ્યો. પલ્લીપતિને પુત્ર ન હતો તેથી તેણે યજ્ઞદત્તને પોતાનો પુત્ર કરીને રાખ્યો.
#
૩૭.
તે કોઈ પણ પ્રાણી ઉપર અચૂક પ્રહાર કરી મારી શકતો આથી તેનું નામ ઢ પ્રહારી પડી ગયું. પલ્લીપતિએ પોતાનો અંતકાળ સમીપ જાણી પ્રહારીને પોતાની પાટે સ્થાપ્યો એટલે પ્રહારી પલ્લીપતિ બની ગયો. તે રાત્રીએ ભીલ સેવકો સાથે ચોરી, ધાડ આદિ કુકર્મ કરવા લાગ્યો. એક દિવસ તે કુશસ્થળ નામનું ગામ લૂંટવા ગયો. તે ગામમાં દેવશર્મા નામે બ્રહ્મણ રહેતો હતો. તે ઘર ઉપર ભીલ સેવકોએ ધાડ પાડી. દેવશર્મા બહાર જંગલમાં ગયો હતો. આથી તેના પુત્રે દોડતા જંગલમાં જઈ પિતાને આ વાત કહી, તેથી દ્વેષે ભરાઈ દેવશર્મા લાકડી લઈ દોડતો ઘરે ચોરોને મારવા આવ્યો. પ્રહારીએ લાકડીથી મારવા આવતા દેવશર્માને જોયો તેથી, તેના ઉપર પ્રહાર કરી તેના મસ્તકના નાળિયેરની પેઠે છેદીને કટકા કરી નાખ્યા. એ દરમ્યાન એક ગાય, તેનાં શીંગડાં ઊભાં કરી ચોરોને મારવા આવી. તેને પણ પ્રહારીએ મારી નાખી. દેવશર્માના મૃત્યુના ખબર સાંભળી તેની ગર્ભવતી સ્ત્રી હાહાકાર કરી ઘર બહાર આવી, તેને પણ પ્રહારીએ ગર્ભ સહિત મારી નાખી.
આમ એક સામટી બ્રાહ્મણ, ગાય, સ્ત્રી તથા ગર્ભની હત્યાઓ કરવાથી ઢપ્રહારી થથરી ઊઠ્યો અને વિચારવા લાગ્યો - અહો, આ મેં શું કર્યું ! આ બ્રાહ્મણ અને તેની સ્ત્રીની હત્યા કરવાથી હવે તેનાં બાળકોનું શું થશે. હું જ એઓનાં દુ:ખનું કારણ બન્યો. આવા દુષ્કૃત્યનો ભાર હું કેવી રીતે સહન કરીશ ? ભવરૂપમાં પડતાં મારે અવલંબન કોણ બનશે ? એમ ચિંતવન કરતો હતો, એવામાં શાંત મનવાળા, ધર્મધ્યાનમાં લીન અને સર્વ જીવની રક્ષા ચાહનાર એવા સાધુઓને જોયા. તેમને જોતાં તે મનમાં વિચારવા લાગ્યો, "અહો ! આ લોકને વિષે આ સાધુઓ પૂજવા યોગ્ય છે. તેમ જ ક્ષમાવંત છે."