________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૬૭ પહેરાવી. કંબળમાં વીંટાળી બાળકને તરુની છાયામાં સુવાડી બાજુના સરોવરમાં પોતાનાં વસ્ત્રો ધોવા ગઈ ત્યાં જળમાં પ્રવેશ કર્યો કે તરત જ તેણીને જળહસ્તીએ સુંઠમાં પકડીને આકાશમાં ઉછાળી તે વખતે નંદીશ્વર દ્વીપની યાત્રાએ જતા એક વિદ્યાધરે તેણીને નીચે પડતાં ઝીલી લીધી. વિદ્યાધર પણ મદનરેખાના રૂપ ઉપર મોહિત થયો અને મદનરેખાને વૈતાઢ્ય પર્વત ઉપર લઈ ગયો. ત્યાં તેણીને તેના રુદનનું કારણ પૂછ્યું. મદનરેખાએ બધી હકીક્ત જણાવી કહ્યું, જે ઉપરથી તેં મને અહીં આણી છે. ત્યાં મેં પુત્રને જન્મ આપ્યો છે તે પુત્રને એક તરુની છાયામાં મૂકી જળાશયે ગઈ હતી, ત્યાંથી મને હસ્તીએ ઉછાળી. તે મને ઝીલી તારા વિમાનમાં બેસાડી પુત્ર મારા વિના મૃત્યુ પામશે. તો કાં તો મારા બાળકને અહીં લાવી દે અથવા મને ત્યાં પહોંચાડે.
વિદ્યાધરે કહ્યું : “જો તું મને તારા ભરભાર તરીકે અંગીકાર કરે તો હું તારો કિંકર થઈને રહું. એટલે મદનરેખા વખત વિચારી બોલી, તું મારા પુત્રને અહીં લઈ આવ" વિદ્યાધરે કહ્યું, હું વૈતાઢ્ય પર્વત ઉપર રત્નાવહ નગરમાં મણિચૂડ વિદ્યાધરનો પુત્ર છું. મારું નામ મણિપ્રભ છે. મારા પિતાએ મને રાજ્ય સોંપી સંયમ ગ્રહણ કરેલ છે. મારા પિતા ગઈ કાલે નંદીશ્વર દ્વીપના ચૈત્યોને વંદન કરવા ગયા છે. તેમને મળવા હું નંદીશ્વર જતો હતો ત્યાં તું મને મળી, તો હવે તું સર્વ વિદ્યાધરીઓની સ્વામિની થા. મેં તારા પુત્રનું સ્વરૂપ પ્રજ્ઞમિ વિઘાથી જાણું છે. તેં મૂકેલ તારા પુત્રને મિથિલા નગરીના પમરથ રાજા અશ્વ ખેલાવતા ત્યાં આવેલ, તેણે પોતાના નગરમાં આણી પોતાની પ્રિયા પુષ્પમાળાને સોંપ્યો છે. તેને પોતાના પુત્રની માફક ઉછેરે છે એટલે હવે એની ફિકર ન કરતાં મારી વાત સ્વીકારી, મારી પત્ની બની મારા રાજ્યની સ્વામીની થા. રાણી મદનરેખાએ વિચાર્યું, આહ! મારાં કર્મ નડે છે. દુઃખ ઉપર દુઃખ આવે છે. શિયળ રક્ષણ માટે ઉપાય શોધવો અગત્યનો છે માટે કોઈક બાનું શોધી ઢીલ કરી ટાઈમ પસાર કરવો જોઈએ." એવા વિચારથી તેણે વિદ્યાધરને કહ્યું કે, પહેલાં નંદીશ્વર દ્રીપનાં દર્શન કરાવ. ત્યાં સર્વ દેવોને નમસ્કાર વંદન કરીશ. પછી તું કહીશ તેમ કરીશ. આમ સાંભળી વિદ્યાધર ખુશ થઈ તરત જ નંદીશ્વર તીર્થ વિઘાબળે લઈ ગયો. ત્યાં મદનરેખા તથા મણિપ્રભ વિદ્યાધરે શાશ્વત ચૈત્યોને જુહાર્યા અને વિદ્યાધરના પિતા મણિર્ડ મુનિશ્વર પાસે આવી, તેમને નમસ્કાર કરી, યથોચિત ધર્મ સાંભળવા બેઠા. મુનિ પુત્ર અકાર્ય કરવા ધારે છે, એમ જાણીને બોલ્યા કે, તમારે સર્વથા કુમાર્ગ છોડવો જોઈએ. કારણ કે પરસ્ત્રી ગમન જેવા કુમાર્ગે જવાથી નરકમાં જ જવું પડે છે. તેમ જ સ્ત્રીને પણ પર-પુરુષ સેવવાથી અવશ્ય ન જવું પડે છે.”