________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૬૫.
મદનરેખા
33.
સુદર્શનપુર નામના નગરે મણિરથ નામનો રાજા રાજ્ય કરતો હતો. યુગબાહુ નામનો તેનો નાનો ભાઈ હતો, તેને મદનરેખા નામની અતિરૂપવતી પત્ની હતી
મણિરથ મદનરેખાનું રૂપ જોઈને તેની ઉપર મોહિત થયો હતો. આ મદનરેખાને પોતાની બનાવવા તે ગમે તે કરવા તૈયાર હતો. મદનરેખાને લોભાવવા તેણે અનેક યુક્તિઓ કરી, સારાં વસ્ત્રો-અલંકારો વગેરે એક દાસી સાથે મદનરેખા માટે મોકલાવ્યાં. ઘસીએ આવી મદનરેખાને રાજા મણિરથની ઇચ્છા કહી અને જણાવ્યું, હે ભદ્ર! મણિરથ રાજા તારા રૂપ અને ગુણથી મોહિત થઈ તને રીઝવવા ઇચ્છે છે."
મદનરેખાએ આ વઘઘાત જેવાં વચનો સાંભળી અતિ લોભ પામી દાસીને કહ્યું, રાજાને ઉત્તમ પ્રકારનું અંતઃપુર છે છતાં તે મૂઢ શા સારુ નરક પામવા જેવું પરસ્ત્રી ગમનનું પાપ ઇચ્છે છે? કોઈ પણ રીતે તે મને નહિ મેળવી શકે. જો મારા ઉપર બલાત્કાર કરશે તો હું મારા પ્રાણ ત્યજી દઈશ પણ શીલભંગ નહીં થવા દઉં. જો કે મારા ઉપર મુવિટ ચાલુ રાખશે તો તે જરૂર મૃત્યુ પામશે."
દાસીએ આવી રાજા મણિરથને મદનરેખાએ કહેલ સર્વ કહી સંભળાવ્યું. પણ મણિરથની કામવાસના ઓછી ન થઈ. એ મૂઢ વિશેષ કામાતુર થયો. તેણે વિચાર્યું કે જ્યાં સુધી યુગબાહુ જીવતો છે ત્યાં સુધી મદનરેખાને નહીં મેળવી શકું. એથી યુગબાહુને મારી નાખવા નિશ્ચય કર્યો. આ માટે તે તક શોધતો રહ્યો - ક્યારે યુગબાહુ એકાકી હોય અને તેને હણી નખાય.
યુગબાહુ અને મદનરેખાને એક પુત્ર ચંદ્રયશા હતો. તે ઉંમરલાયક થયો હતો. એક રાત્રે મદનરેખાએ સ્વપ્નમાં પૂર્ણ ચંદ્ર જોયો. આ સ્વપ્ન તેણે પોતાના ભરભારને કહ્યું. યુગબાહુએ સ્વપ્નના ફળ વિષે તેને કહ્યું, "તને ચંદ્રમા તુલ્ય સૌમ્ય ગુણ યુક્ત પુત્ર થશે. આ પછી તેને ત્રીજે માસે દેહદ થયો કે હું જીરેંદ્રની પૂજા કરું, ગુરુને પ્રતિલાલું અને ધર્મકથાઓ શ્રવણ કરું. આવા દોહદ પૂર્ણ કરવા તેણે ધર્મધ્યાનમાં વિશેષ ધ્યાન આપવા માંડ્યું.