________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૬૪
રેવતી સતી
પ્રભુ મહાવીર ઉપર ગોશાળાએ તેજોલેશ્યા મૂકી તેથી પ્રભુને અસહ્ય વેદના થતી હતી. પ્રભુની આ વેદના જોતાં શ્રી ગૌતમ સ્વામી, ચંદનબાળા અને અન્ય મુનિગણો પણ ઘણા જ વ્યથિત હતા. પણ સિંહ અણગાર તો પ્રભુની વેદનાની વાત સાંભળી અત્યંત દુ:ખી થયા. પ્રભુએ સિંહ અણગારની વેદનાને ટાળવા તેમને પાસે બોલાવ્યા.
૩ર.
સિંહ અણગારે કહ્યું પ્રભુ, તમારી વેદના હું સહી શકતો નથી. કંઈક રસ્તો બતાવો કે જેથી આપને થતી વેદના ઓછી થાય. કોઈ પણ ઔષધ કહો તે લાવી આપીએ પણ અમારા ઉપર કૃપા કરી પ્રભુ ઔષધનો ઉપયોગ કરો.
પ્રભુએ કરુણાને લીધે પોતાની શાંતિ માટે નહીં પણ સિંહ અણગારની મન:શાંતિ માટે કહ્યું, આ શ્રાવસ્તી નગરીમાં રેવતી નામે સતી છે. તેણે મારા માટે નહીં પણ તેના પોતાના માટે જ ઔષધ બનાવ્યું છે તે લઈ આવો. સિંહ અણગાર તો શોધતા પહોંચ્ય રેવતીને ઘરે.
રેવતીએ સિંહ અણગારને આવકાર આપી, આવવાનું કારણ પૂછ્યું. સિંહ અણગારે કહ્યું, તમે જે તમારા માટે ઔષધ બનાવ્યું છે તેની જરૂર છે, તે આપો. રેવતીએ આશ્ચર્ય સહ કહ્યું, આવી ગૂઢ વાત કોણે જાણી ?
સિંહ અણગારે કહ્યું પ્રભુ મહાવરે - તેમની તેજોલેશ્યાને લીધે થતી વેદના દૂર કરવાની ભક્તિનો લાભ લેવા માટે તમે બનાવેલ બીજોરા પાક વહોરાવો જેથી પ્રભુને થયેલ દાહ તથા અતિસારનો રોગ મટે.
રેવતીએ અત્યંત ભાવપૂર્વક એ પાક વહોરાવ્યો અને પોતાને ધન્ય માનવા લાગી. હું કેવી ભાગ્યશાળી ! ખુદ પરમાત્માના રોગની શાંતિ માટે મારી દવા કામમાં આવી. આવી શુભ ભાવના ભાવતાં અને પ્રભુ ઉપરની ભક્તિને લીધે તેણીએ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું.
પ્રભુ મહાવીરને એ ઔષધથી આરોગ્ય પ્રાપ્ત થયું અને રેવતીના દાનને લીધે રેવતીનો જીવ આવતી ચોવીસીમાં સત્તરમા સમાધિ નામના તીર્થંકર થશે.