________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૬૩
આશાઓ, મનોરથો તથા સ્વપ્ના સાથે સંસારમાં પગ મૂક્યો છે. એનું સૌભાગ્ય આમ અકાળે કરમાઈ જતું ભાઈના સ્નેહાળ હૃદયથી કેમ સહેવાય ?
તેણે ખૂબ જ આગ્રહપૂર્વક વજબાહુને કહ્યું, "તમો એકદમ સાહસ કરવા તૈયાર થયા છો પણ મારી નાની બહેનના મનોરથો, અરમાનોનો તો વિચાર કરો ! તે તમારા વગર કેવી રીતે જીવશે ?”
ખૂબ જ સ્વસ્થતાથી વજબાહુએ જવાબ આપ્યો કે, સતી સ્ત્રી, કુળવાન ઘરમાં જન્મેલી સુશીલ બાળાઓ પતિના આત્મકલ્યાણના માર્ગે, પતિની પાછળ જનારી હોય છે. એટલે એને પણ મારી પાછળ દીક્ષાના પુણ્યમાર્ગે આવવાનું છે. કુલીન તથા સતી સ્ત્રી તરીકે પતિની છાયા બનીને રહેવું એ એનો ધર્મ છે. અને જો મનોરમા કુલીન નથી તો એવી અકુલીન સ્ત્રી સાથે સંસારમાં શું કામ રહેવું જોઈએ ? માટે હવે આ ત્યાગ - માર્ગમાં નિષેધ તમારા જેવાએ કરવાનો હોય જ નહીં. મારી પાછળ તમારા જેવાએ પણ આ જ માર્ગે આવવાનું છે."
વજબાહુના આવા મેરુ જેવા દઢ મનોબળની તરત જ સહુ કોઈના આત્મા પર અજબ અસર પડી.
મનોરમા પણ વજબાહુની વાતોથી મનોમન દીક્ષા લેવા વિચારી, રથમાંથી ઊતરી પડી. ઉદયસુંદરનો આત્મા પણ લઘુકર્મી હતો. વરબાહુની સાથે બીજા ર૫ રાજકુમારો હતા તે પણ સંસારથી વિરક્ત બની પ્રવજ્યા અંગીકાર કરવા તત્પર બન્યા. આ બધાયે તે ટેકરી ઉપર આવ્યા. ગુણરત્નના સાગર સમા શ્રી ગુણસાગર મુનિની પાસે બધાએ સંયમ લીધું.
તપ, ધ્યાન, જ્ઞાન તથા સંયમી જીવનની આરાધનામાં નિરંતર અપ્રમત્ત આ બધા મહાપુરુષો રત્નત્રયીની સાધના દ્વારા, આ રીતે આત્મકલ્યાણ સાધી જીવનને સફળ બનાવી. ગયા.
કોટી કોટી વંદન આ ધન્ય આત્માઓને.
- સંગત કરી સંતો તણી, સદ્ વસ્તુને વિચારજો: રગડા અને ઝગડા તજી, બગડયો જનમ સુધારજો.