________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૬ર
ઉદયસુંદર આ સાંભળી આશ્ચર્ય પામ્યો. એને થયું. આ તે કેવી ધર્મઘેલછા ! હજુ ગઈ કાલે તો પરણીને નીકળ્યા છે. રથમાં એકાંત છે. બને વરવધૂ વચ્ચે પ્રેમની કે આનંદ કુતૂહલની વાતો કરવાનો આ સુંદર અવસર છે. એ મૂકીને સાધુનાં દર્શન કરવાની આ બનેવી કેવી વાત કરે છે? ખરેખર આ માનવી કોઈ અજબ છે!"
વિચારોના વમળમાં ચઢેલા ઉદયસુંદરથી રહેવાયું નહીં અને હસતાં હસતાં બનેવીને કહ્યું કે, “સાધુ તો નથી થઈ જવું ને ? દીક્ષા લેવી છે કે શું? ઉદયસુંદરે ટોનમાં કહ્યું તો ખરું પણ વાજબાહુનો આત્મા સામાન્ય ન હતો. એના જીવનમાં સાધુઓ પ્રત્યે અનુરાગ બાલ્યકાળથી હતો. કુળના સંસ્કારે મા,બાપ આદિ વડીલોની ધર્મભાવના વજબાહુમાં ભરી પડી હતી તેથી જવાબમાં વજબાહુએ કહ્યું, હા, શ્રી જિનેશ્વરના પવિત્રત્યાગમાર્ગ પ્રત્યે કોનું મન ન હોય? દીક્ષાની ભાવના તો છે પણ..."
પણ બણ શું કરો છો બનેવી ? ભાવના છે તો થઈ જાવ તૈયાર. હું તમને સહાય કરીશ." ઉદયસુંદર હજુયે મશ્કરી માની વાતને લંબાવ્યે જાય છે. પણ સાળાની હાંસી બનેવી શુકનની ગાંઠ માનીને જવાબ આપે છે, હું તૈયાર છું. તમે સહાય કરનાર બેઠા છો. પછી બીજું જોઈએ શું? માટે બોલ્યા છો તે પાળજો" એમ કહી વજબાહુ તરત જ રથ ઉપરથી નીચે ઊતરી ગયા. વજબાહુની હિંમતભરી વાણી સાંભળી, ઉદયસુંદર ચમક્યો. તેને થયું - આ તો હસવામાંથી ખસવા જેવું થાય છે. વજબાહુ આમ એકદમ છેલ્લે પાટલે બેસી જશે એ ઉદયસુંદરની કલ્પનામાં ન હતું.
તેણે વાત ફેરવવા માંડી, “ભાઈ તમે એમ ચાલ્યા જાઓ તે કેમ બને? મેં તો સાળા તરીકે બનેવીની કેવળ મશ્કરી કરી. આવી નાની વાતને આટલું બધું મોટું રૂપ આપવું એ તમારા જેવા માટે બરાબર નથી”
પણ વજબાહુનો આત્મા સંસાર પરથી ઊઠી ગયો હતો. નિમિત્તની જરૂર હતી, જે આમ સહજમાં મળી ગયું. એમણે ઉદયસુંદરને કહ્યું :
હવે આપણે કોઈ બીજો વિચાર કરવાનો જ નથી ક્ષત્રિય પુરુષો બોલેલાં વચનને ઉથાપતા નથી. પ્રવજ્યાના પુણ્યપંથે આપણા પૂર્વજો ચાલ્યા છે અને એ માર્ગે જવામાં જીવનની સાચી સફળતા છે."
ઉદયસુંદરને પોતાની નાની બહેન મનોરમા કે જેને હજુ વિવાહના ચિહ્ન રૂપ મીંઢળ બાંધેલું છે તેના સંસારનું શું? આ ચિંતા તેને સળગાવી રહી હતી કેટકેટલી