________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૬૬
એક વાર વસંત ઋતુના સમયે યુગબાહુ પ્રિયાને સાથે લઈ ઉઘાનમાં ધડ કરવા ગયો. ઉઘાનમાં જલાદિ કવિ કરીને રાત્રે ત્યાંના કદલી ગૃહને વિષે નવકાર મંત્રનું સ્મરણ કરતો સૂતો.
મણિરથ રાજાને યુગબાહુ મદનરેખા એકલાં છે અને સાથે ઉદ્યાનમાં અલ્પ માણસો જ છે તે તક જોઈ વિકારવશ ખગ લઈ યુગબાહુને મારવા ઉદ્યાનમાં આવ્યો. ઉદ્યાનના માળી દરબારને કહ્યું, મારો નાનો ભાઈ એકલો ઉપવનમાં રહે તે ઠીક નહીં એમ સમજાવી કદલી ગૃહમાં પ્રવેશ્યો.
રાત્રે એકાએક મોટા ભાઈ આવ્યા છે તે જોતાં યુગબાહુ ઊભો થઈ મણિરથને નમસ્કાર કરવા નીચે નમ્યો. ત્યારે તરત જ મણિરથે જોરથી ખડ્ઝ વતી પ્રહાર કર્યો તે જોઈ મદનરેખાએ કોલાહલ કરી મૂક્યો. એટલે આજુબાજુથી સુભટો વગરે દોડી આવ્યા. મણિરથને પકડી તેનો ઘાત કરવા કેટલાક સુભટો તૈયાર થયા. તેમને વારતાં યુગબાહુએ કહ્યું, આમાં મોટાભાઈ મણિરથનો કોઈ દોષ નથી મારા કર્મો જ આ થયું છે. આથી મણિરથને તો પોતાનું ધાર્યું થયું છે એમ સમજી હર્ષ પામનો પોતાના મહેલે જવા પાછો ફર્યો પણ કર્મના ફળ રૂપે રસ્તામાં તે જ રાત્રે સર્પ ડયો અને મૃત્યુ પામીને ચોથી નારકીએ ગયો.
યુગબાહુનો પુત્ર ચંદ્રયશા પોતાના પિતાના ઘાની ચિકિત્સાને અર્થે ત્યાં આવ્યો. મદનરેખા આ વખતે પોતાના પતિને છેલ્લા શ્વાસ લેતી વખતે ધર્મ સંભળાવી રહી હતી : હે સ્વામી, આપે હવે કિંચિત પણ ખેદ ન કરવો. જે મિત્ર હોય કે શત્રુ સ્વજન હોય કે પરિજન તે બધાને ખમાવી દો. પ્રગટપણે ક્ષમા માગો." આ રીતે સમ્યક પ્રકારે આરાધના સંભળાવી. આવાં પ્રિયાનાં હિતવચનો સાંભળી યુગબાહુ શુભ ધાન સહિત મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકને વિષે દેવતા થયા.
ચંદ્રયશા પોતાના પિતાને મૃત્યુ પામેલા જોઈ અત્યંત વિલાપ કરવા લાગ્યો. મદનરેખા પણ ઘણા વખત સુધી રૂદન કરતાં કરતાં વિચારવા લાગી : મને ધિક્કાર થાઓ. મારું રૂ૫ મારા પતિના મોતનું કારણ બન્યું. મને પતિ વિનાની જોઈ મણિરથ મને પકડી પોતાનું ધાર્યું કરશે. હવે મારો કોઈ રક્ષક નથી. મારા શીલપણાની રક્ષા માટે મારે. અહીંથી ગુપ્ત રીતે નાશી જવું જોઈએ એવો નિશ્ચય કરી એકલી ચાલી નીકળી.
બીજે દિવસે તે એક મહા અટવીમાં પહોંચી, ત્યાં જળાશયમાં જળપાન તથા ફળ વગેરેનું ભક્ષણ કરતાં એક કદલીગૃહમાં રહેવા લાગી, ત્યાં સાતમે દિવસે તેણીએ એક પુત્રને જન્મ આપ્યો. તે બાળકના હાથને વિષે યુગબાહુના નામથી અંકિત થયેલી મુદ્રિકા