________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૬૮ પોતાના પિતા મુનિનાં આવાં ધર્મવચનો સાંભળી મણિપ્રભની સાન ઠેકાણે આવી ગઈ અને અહો, મેં કેવા હલકા વિચારો કર્યા. તેણે ઊભા થઈ મદનરેખાની ક્ષમા માગી કહેવા લાગ્યો, હવેથી તું મારી બહેન છે. હવે હું તારો શો ઉપકાર કરું." મદન રેખાએ કહ્યું, "તે મને આવા શાશતાતીર્થનું વંદન કરાવી મહા ઉપકાર કર્યો છે તેથી તું મારો પરમ બાંધવ છે. મદનરેખાએ મુનિને પોતાના પુત્રનો વૃત્તાંત પૂક્યો એટલે મુનિએ જણાવ્યું, તે પરથ રાજા અટવીમાંથી તારા પુત્રને લઈ જઈ પોતાની રાણીને સોંપ્યો અને પૂર્વભવના સ્નેહને લીધે તેનો જન્મ મહોત્સવ ઉજવ્યો હતો અને તારો પુત્ર અત્યારે સર્વ રીતે સુખી છે. આ વખતે આકાશમાર્ગથી એક વિમાન આવીને ત્યાં ઊતર્યું. તે રત્નોના સમૂહથી બનાવેલ હતું. તેનું તેજ સૂર્ય અને ચંદ્રથી પણ ચઢતું હતું. તેમાંથી એક મહા તેજસ્વી દેવ ઊતર્યો. તેણે મદનરેખાને ત્રણ પ્રદક્ષિણા દઈ તેણીના ચરણે નમ્યો. આ જોઈ મણિપ્રભ બોલ્યો, “અહો, દેવ કેવું અકૃત્ય કરે છે. મુનિનો વાંદવા પહેલાં એક સ્ત્રીને નમે છે? મુનિએ સઘળો ખુલાસો કરતાં કહ્યું, ગયા ભવમાં આ દેવ આ મદનરેખાનો પતિ યુગબાહુ હતો. મરતી વખતે મદનરેખાએ ધર્મ પમાડેલ માટે તે તેની ધર્માચાર્યા થઈ. તેનું ત્રણ તે અદા કરે છે. સર્વ રીતે મદનરેખા તેના વંદનને યોગ્ય છે.
મુનિનું આવું વચન સાંભળીને, વિદ્યાધરે દેવતાની ક્ષમા માગી અને દેવતાએ રાણીને સંબોધીને કહ્યું, હું તારું શું ભલું કરું તે કહે." ત્યારે તે બોલી, "મારે જન્મ અને મૃત્યુ નિવારી શકે એવું અવિચલ મોક્ષ સુખ જોઈએ છે, પણ તે આપવા આપ સમર્થ નથી. એટલે તમે મને જેમ બને તેમ જલદી મિથિલા નગરીએ પહોંચાડો જેથી હું મારા પુત્રનું મુખ જોઈને યતિ ધર્મ અંગીકાર કરું. આથી દેવતા મદનરેખાને મિથિલા લઈ ગયો, કે જ્યાં ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથનો જન્મ તથા દીક્ષા થયાં હતાં. ત્યાં શ્રી જિનેન્દ્ર ભગવાનને નમસ્કાર વંદના વગેરે કરી તેઓ સાધ્વી પાસે ગયાં ત્યારે સાધ્વીએ ધર્મોપદેશ આપ્યો. ધર્મોપદેશ સાંભળ્યા બાદ દેવતાએ મદનરેખાને રાજપુત્ર પાસે લઈ જવા કહ્યું, પણ ધર્મદેશના સાંભળ્યા પછી બીજું કશું કરવું નથી. સાધ્વીજીનાં ચરણનું જ શરણ સ્વીકારવું છે. મદનરેખાની આ વાત સાંભળી દેવતા પોતાના સ્થાનકે ગયા.
મદનરેખાના બાળપુત્રને લઈ જનાર પદ્ધરથ રાજાને તે બાળકના પ્રભાવને લીધે સર્વ શત્રુઓ નમવા લાગ્યા. બાળકનું નામ નમિ પાડ્યું. યોગ્ય સમય થતાં નમિકુમારને યોગ્ય કન્યાઓ સાથે પાણી ગ્રહણ કરાવ્યું અને રાજ્ય સોંપી જ્ઞાનસાગર