________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૭૩
અંબિકાને બે પુત્રો હતા. એકનું નામ સિદ્ધ અને બીજાનું નામ બુદ્ધ. અંબિકા બંનેને લઈ ઘરના પાછળના બારણેથી નીકળી નગરની બહાર પહોંચી. પોતાના દુર્ભાગ્ય ઉપર વિચાર કરતી અને મનમાં શ્રી નવકાર ગણતી તે જંગલના માર્ગે ચાલતી હતી.
સિદ્ધ અને બુદ્ધ બંનેને તરસ લાગી. તેથી સિદ્ધે માને કહ્યું, 'મા, ખૂબ તરસ લાગી છે, મા પાણી આપ.' બુદ્ધે પણ માનો હાથ ખેંચી પાણીની માગણી કરી. અંબિકા ચારે બાજુ જુએ છે. ક્યાંયે પાણી દેખાતું નથી.
ત્યાં એક સૂકું સરોવર દેખાયું. અંબિકાએ વિચાર્યું : 'આ સરોવર પાણીથી ભરેલું હોત તો ! ત્યાં તો ચમત્કાર થયો. સરોવર પાણીથી ભરાઈ ગયું. કિનારે ઊભેલા આંબા પર પાકેલી કેરીઓ દેખઈ. અંબિકાના સતીત્વનો આ પ્રભાવ હતો. તેણીની ધર્મ દઢતાનો આ ચમત્કાર હતો. અંબિકાએ બન્ને બાળકોને પાણી પાયું અને ઝાડ ઉપરથી કેરીઓ તોડી બાળકોને ખવરાવી. સિદ્ધ અને બુદ્ધ ખુશ ખુશ થઈ ઝાડ નીચે રમવા
લાગ્યા.
અંબિકા ઘરથી નીકળી પછી ઘરે પણ આવો જ ચમત્કાર થયો. સાસુ દેવીલા બબડતી બબડતી રસોડામાં ગઈ. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. જે વાસણોમાં અંબિકાએ મુનિરાજને દાન આપ્યું હતું, તે વાસણો સોનાનાં થઈ ગયાં હતાં. રાંધેલા ભાતના દાણા મોતીના દાણા બની ગયા હતા. રસોઈનાં બીજાં વાસણો રસોઈથી ભરચક થઈ ગયાં હતાં.
દેવીલા હર્ષથી ઘેલી થઈ ગઈ. તેણે દીકરા સોમભટ્ટને બોલાવી આ બધું બતાવ્યું અને કહ્યું, "જો અંબિકા તો સતી છે સતી, જો એનો પ્રભાવ.” સોમભટ્ટે સોનાનાં વાસણો જોયાં, ભાતનું તપેલું મોતીના દાણાથી ભરેલું જોયું અને સોમભટ્ટનો રોષ ઊતરી ગયો ને તરત જ અંબિકાને શોધવા નીકળી પડ્યો. અંબિકાને શોધતાં શોધતાં સોમભટ્ટ જંગલમાં આવી પહોંચ્યા. દૂરથી બન્ને બાળકોને રમતા જોયા, એટલે તેણે બૂમ પાડી :
અંબિકા ... ઓ અંબિકા ! પતિનો અવાજ સાંભળી અંબિકા ધ્રૂજી ઊઠી. તેને લાગ્યું કે એ જરૂર એને મારવા આવ્યો છે. તે બન્ને બાળકોને લઈ દોડી. બાજુના એક કૂવામાં છલાંગ મારી, બન્ને બાળકો સાથે કૂદી પડી અને ત્રણેના પ્રાણપંખેરું ઊડી ગયાં. સોમભટ્ટ આવ્યો, પણ મોડો પડ્યો. તેણે કૂવામાં પોતાની પત્ની અને બન્ને બાળકો જોયાં. તે પણ કૂદી પડ્યો કૂવામાં. તરત જ સમજી ગયો કે ત્રણેના પ્રાણપંખેરુ ઊડી ગયાં છે. થોડી વારમાં તેનું પણ મૃત્યુ થયું.