________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૬૧
શ્રી વજબાહુ
૩૧
અયોધ્યામાં ઇક્વાકુ વંશનો વિજ્ય રાજા અને હિમાચૂલા પટરાણીનો વજબાહુ નામે પુત્ર હતો. તે સરલ સ્વભાવી અને બુદ્ધિમાન હતો. ધર્મ પ્રત્યે અને મહાપુરુષો પ્રત્યે તેના હૃદયમાં ઉત્તમ કોટીનો અનુરાગ ભર્યો પડ્યો હતો. તેનું વેવિશાળ નાગપુરના ઇબ્રુવાહન રાજાને ત્યાં થયું હતું. માતા ચૂડામણિની તે લાડકી દીકરી મનોરમાનો સ્નેહ વજબાહુમાં બંધાયો હતો. તે પણ સુશીલ, સંસ્કારી અને ધાર્મિક સ્વભાવની હતી.
યોગ્ય કાળે તેમનાં લગ્ન ખૂબ ધામધૂમથી નાગપુરમાં થયાં. વસ્ત્રો, અલંકારો, હાથી, ઘોડ આદિની પહેરામણીઓ થઈ અને વજબાહુને વિદાય અપાઈ.
મનેરમાનો મોટો ભાઈ ઉદયસુંદર મનોરમાને મૂક્વા તેમના રથનો સારથિ થઈ સાથે જ નીકળ્યો છે.
વરબાહુના મિત્રો તથા બીજો રાજપરિવાર ધીમે ધીમે માર્ગ કાપી રહ્યા છે. રથમાં વજબાહુ તથા મનોરમા નવપરણીત દંપતી બેઠાં છે. અને સારથિ તરીકે ઉદયસુંદર ધીમે ધીમે રથ હાંકી રહ્યા છે.
કેટલાક ગાઉનો માર્ગ કાપ્યા પછી ચોમેર વૃક્ષોની ઘટાઓથી છવાયેલી એક અટવીમાં બધા આવી પહોંચ્યા. અટવીમાં કોયલોના મીઠા સ્વરો સંભળાતા હતા. બાજુમાં પાણીનાં ઝરણાંનો કલકલ કરતો મધુર નાદ કર્ણોને આનંદિત કરતો હતો. એકાંતમાં આત્મકલ્યાણ સાધનારા મુનિવરો માટે આ સ્થાન ખૂબ જ અનુકૂળ હતું. આ અટવીનો આનંદ માણવા રથમાં બેઠેલા વજુબાહુએ પોતાની ડોક બહાર કાઢી ત્યાં તેની દ્રષ્ટિ સામે એક ટેકરી પર પડી ત્યાં એક મુનિરાજ કાયોત્સર્ગ ધ્યાને ઊભા હતા. તેજસ્વી શરીરકંતિ તેમ જ ધ્યાનમાં સુસ્થિરતા જોતાં સહેજે વાજબાહુનો ગુણાનુરાગી આત્મા ને મહર્ષિનાં પુણ્ય દર્શન માટ ઉત્કંઠિત બન્યો.
સારથિ બનેલા પોતાના સાળા ઉદયસુંદરને વજબાહુએ રથ ઊભો રાખવા કહ્યું અને જણાવ્યું, “સામે ટેકરી ઉપર ધ્યાનસ્થ અવસ્થામાં રહેલા મુનિવરનાં પુણ્ય દર્શન કરતા જઈએ."