________________
જૈન શાસનના ચમકતા હીરાઓ B ૫૯
શ્રી સ્કંદ કાચાયે
૩૦, .
વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે સ્કંદડે પાંચસો મનુષ્યો સાથે દીક્ષા લીધી.
એક વખત ભગવાન મુનિસુવ્રત સ્વામી પાસે આવી અનુજ્ઞા માગી કે, અમારી બહેનના દેશમાં બહેન બનેવીને પ્રતિબોધ કરવા જાઉં? પ્રભુએ કહ્યું, "તને અને તારા સર્વ શિષ્યોને મરણાનિક ઉપસર્ગથશે." ઓહો!મોક્ષાભિલાષીતપસ્વીઓને ઉપસર્ગ આરાધનાનું સાધક થાય છે, માટે કૃપા કરી કહો કે અમે ઉપસર્ગના કારણે આરાધક થઈશું કે વિરાધક?
પ્રભુએ કહ્યું કે, “તારા સિવાય સર્વે આરાધક થશે." ઢંદક આચાર્યે વિચાર્યું, જો આટલા સાધુઓ આરાધક થતા હોય તો મારે આ સુંદર લાભ લેવો જ જોઈએ. આમ સમજી તેમણે કુંભકાર નગરી તરફ ૫૦૦ મુનિઓની સાથે વિહાર કર્યો. અને કુંભકાર નગરીની બહાર એક ઉદ્યાનમાં સમોસર્યા.
આ મુનિ મહારાજાઓ આવ્યા છે - તે વાતની ત્યાંના પાલક મંત્રીને ખબર પડી. પહેલાંના વૈરની ખાતર છાનામાના તે જ ઉદ્યાનના એક ભાગમાં જુદા જુદા પ્રકારનાં હથિયારો દટાવ્યાં. અને રાજાને એકાંતમાં બોલાવી કહ્યું: પરિષહ ઉપસર્ગથી કંટાળી, અંદાચાર્ય અહીં આવ્યા છે. આ સાધુ મહા પરાક્રમી છે. તેણે સાધુવેશમાં પ૦ સુભટોને સાથે રાખ્યા છે અને ઉદ્યાનમાં શસ્ત્રો તથા તીક્ષ્ણ હથિયારો જમીનમાં દાટી છુપાવ્યાં છે. તમે જ્યારે વંદન કરવા જશો ત્યારે તમને હણીને તમારું રાજ્ય પડાવી લેશે. આ વાતની ખાતરી કરવી હોય તો ઉઘાનમાં જઈ છુપાવેલાં હથિયારોની તપાસ કરો. આમ પાલક મંત્રીએ રાજાને ભરમાવી ઉદ્યાનમાં લઈ જઈ પોતે દાટેલાં હથિયારો બતાવ્યાં. એ જોઈ રાજા શ્રેધિત થઈ સર્વે મુનિઓને બાંધી પાલકને સોંપ્યા અને કહ્યું, તને ઠીક લાગે તેવી શિક્ષા આ સાધુઓને કર. બિલાડીને ઉંદરનો ન્યાય તોલવાનું મળે અને જેમ રાજી થાય તેમ આ સાધુ માટે શિક્ષા કરવાનો રાજા પાસે હુકમ મેળવી પાપી પાલક ખૂબ રાજી થયો.
પાલક મંત્રીએ નગર બહાર પીલવાનાં યંત્રોની ઘાણી તૈયાર કરાવી.ત્યાં સર્વસાધુઓને લઈ જઈ કહે, તમો દરેક તમારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લો.તમને સર્વેને આ ઘાણીમાં નાખી પીલી નાખીશ.
ધીર સાધુઓએ મૃત્યુથી ડર્યા વગર શરીર પરનો મમત્વ ભાવ ખંખેરી કાઢ્યો. અંદક સૂરીએ ઉત્સાહ જગાડ્યો અને દરેક સાધુએ સમ્યક પ્રકારે આલોચના લઈને મૈત્રીની ભાવના દરેક પ્રત્યે ભાવી લીધી. મન, વચન અને કાયાના યોગે દરેક જીવને ખમાવી લીધા.