________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૫૭
ભદ્રા માતાના આંગણે દીક્ષાનો મહોત્સવ મંડાયો. કાકંદીનો નાથ જિતશત્રુ રાજા ધન્નાજીના ત્યાગની આ વાત સાંભળી ભદ્રા માતાને ઘરે આવ્યા. ધન્ના જેવા વીરની જનેતા તરીકે તેમને ધન્યવાદ આપ્યા અને આ ઉત્સવ ઊજવવાનો લાભ પોતાને મળે તેવી માગણી કરી.
રાજવીએ ધન્નાજીને આશીર્વાદ આપ્યા, પોતે ધન્નાજીને સ્નાન કરાવ્યું. મનોહર વસ્ત્રો અને મહામૂલાં આભૂષણો પહેરાવ્યાં. ખાસ તૈયાર કરેલ પાલખીમાં ફેરવ્યા. ખૂબ જ આડંબરથી નીકળેલ વરઘોડો દુંદુભિ આદિ વાઘોથી વાજતે ગાજતે નગરના માર્ગો કાપી બહાર ઉઘાને થંભ્યો. આ વરઘોડામાં ધન્નાજીના મુખ્ય ધોડેસ્વાર બનવાનો લહાવો જિતશત્રુ રાજાએ લીધો.
ધન્નાજીએ ઇશાન ખૂણામાં જઈ વસ્ત્રો - આભૂષણો ઉતાર્યાં ને બધું માતાજીને
સોંપ્યું.
ભદ્રા માતાનો હર્ષ સમાતો ન હતો. તેઓએ વીર પ્રભુ પાસે આવી તેમને વિનંતી કરતાં કહ્યું :
પ્રભુ આ મારા લાડકાની ભિક્ષા આપને પ્રતિલાલ્યું છું. આપ એને વહોરો ! આજથી એ મારો મટી સમસ્ત સંસારનો અને ચૌદ રાજલોકના જીવોનો સાચો રખેવાળ બને છે, એને આપ સાચવજો.
પ્રભુશ્રીએ મહારથી ધન્નાને દીક્ષા આપી. તે જ દિવસે ધન્નાજીએ ભગવાન શ્રી મહાવીરદેવને વિનંતી કરી : 'હે કરુણાસાગર ! આજથી મારે છઠ્ઠને પારણે છઠ્ઠું અને પારણે આયંબિલ યાવજીવ સુધી કરવાં. ભગવાને ધન્નાજીને તેમની ઇચ્છાનુસાર આ ધોર પ્રતિજ્ઞા આપી.
ધન્નાજીએ આ પ્રતિજ્ઞાનું પાલન અડગપણે કર્યું. ગહન અટવીમાં એકાંત સ્થાને કાઉસગ્ગ ધ્યાને સ્થિર રહેતા. છઠ્ઠના પારણે છઠ્ઠનાં તપ ચાલુ રહ્યાં. આત્મા સંયમી જીવનના સુખરસમાં મહાલતો રહ્યો.
એક સવારે પ્રભુ મહાવીર પોતાના ચૌદ હજાર મુનિવરો સાથે રાજગૃહીના ગુણશીલ નામના ઉદ્યાનમાં પધાર્યા. દેવોએ રચેલ સમોવસરણમાં બેસી, ભગવાને દેશના આપી. આ દેશના સાંભળવા રાજગૃહીના રાજા શ્રેણિક પણ પધારેલ હતા.
દેશના પૂરી થયે મહારાજા શ્રેણિકે પરમાત્માને પ્રશ્ન કર્યો : 'ભગવંત ! આપશ્રીનો સાધુસમુદાય ત્યાગ, તપ અને સંયમના ગુણથી ઉત્કૃષ્ટ છે, છતાં આપના આ ચૌદ