________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૫૮
-
હજાર મુનિવરોમાં સૌથી ઉત્કૃષ્ટ પરિણામમાં હાલ કોણ મહર્ષિ છે? કૃપા કરીને ભગવન ! તે મહામુનિનું પુણ્ય નામ ફરમાવો !
ભગવાન શ્રી મહાવીર દેવે સ્વમુખે જણાવ્યું :
“રાજન ! ચૌદ હજાર અણગારમાં કાકંદીનો અણગાર ધનો ઋષિ. ધન્ય છે કે, જે મુનિ ચારિત્રમાં ચઢતો છે, તપમાં બળી ગયો છે. જે હંમેશાં છઠ્ઠના પારણે છઠ્ઠ કરે છે અને પારણે માખી પણ ન બેસે તેવો કુલ આહાર લે છે અને તે ઋષિ જંગલોમાં એકાંત સ્થાને કાયોત્સર્ગમાં રહે છે.
પ્રભુ મુખે આ વાત સાંભળી મગધનો નાથ શ્રેણિક અજાયબ થયો અને મનોમન બોલી ઊઠ્યો. અહા ધન્ય તે મહામુનિ ! જેના અનુપમ તપબળને સ્વયં પ્રભુ મહાવીર પ્રશંસે છે. વંદન તે મહર્ષિનાં ચરણોમાં. - આમ વિચારી શ્રેણિક ત્યાંથી ઊઠી તપોવનમાં આવ્યો, જ્યાં ધન્ના અણગાર ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા હતા. તરત તો ધનાજી દેખાયા નહીં પણ બરાબર ધારી ધારીને જોતાં એક હાડપિંજર જેવું તેમને કંઈક દેખાયું. તે જ મહર્ષિ ધન્ના અણગાર હતા. - છઠ્ઠના પારણે આયંબિલનો રસકસ વિનાનો આહાર; એમાં તપસ્વીનો દેહ શ્યામ કોલસા જેવો થઈ ગયો હતો. આંખ ઊંડી ઊતરી ગઈ હતી, હાથ-પગ સાવ સુકાઈ ગયા હતા. કાયા લોહી-માંસ વિહોણી હાડપીંજર જેવી થઈ ગઈ હતી.
શરીર ક્ષીણ જરૂર હતું પણ આત્મા પુષ્ટ હતો. આત્માનું અનંત બળ ફોરવીને તેઓએ મોહ, માન, માયા, ઘેધ ઉપર વિજય મેળવ્યો હતો. શ્રેણિક મહારાજા વંદન કરીને પાછા ફર્યા.
અનુક્રમે મહર્ષિ ધન્નાજીએ પ્રભુની આજ્ઞા લઈ વૈભાર ગિરિવર પર એક માસનું અનશન કર્યું. મહિનો પૂર્ણ થતાં સમાધિપૂર્વક મૃત્યુ પામી, તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં અનુત્તરવાસી દેવ થયા ત્યાંથી મહા વિદેહમાં જઈ, અંતે મોક્ષને પામશે.
ધન્નાજીને આજે પણ આપણે સંભારીએ છીએ. મુનિવર ચૌદ હજારમાં,
શ્રેણિક સભામોઝાર; વીરે જેને પ્રશંસિયો, ધન ધનો અણગાર.