________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૪૯ પણ તેવું બની શકે ખરું? તીર્થકરો હંમેશાં તેમનું આયુષ્ય પૂર્ણ કરીને જ નિર્વાણ પામે. તેમના આયુષ્યને કોઈ ઘટાડી ન શકે, કોઈ વધારી ન શકે.
પણ પ્રભુ ! અણગાર રોતાં રોતાં કરગર્યા, સકળ સંઘ આપની આ સ્થિતિ જોતાં વ્યથા અનુભવી રહ્યો છે.
પ્રભુ આપના માટે નહીં પણ મારા જેવાના મનની શાંતિ માટે તમે ઔષધનું સેવન કરો. આપની આ પીડા જોવા હું પળ વાર પણ સમર્થ નથી
સિંહમુનિના આવા આગ્રહથી પ્રભુ બોલ્યા, આ ગામમાં રેવતી નામે એક શ્રાવિકાએ મારા માટે કોળાનો કટાહ પકાવ્યો છે. તે તું ન લેતો. પોતાના ઘર માટે તેણે બીજોરાનો કટાહ પકાવ્યો છે તે લઈ આવ. તારા આગ્રહથી એ કટાહ હું દવા તરીકે ગ્રહણ કરીશ, કે જેથી તને ઘર્ય પ્રાપ્ત થાય.
સિંહ અણગાર નાચી ઊઠ્યા. તેમના અંગે અંગે હર્ષનો રોમાંચ થયો. રેવતીનું ઠેકાણુ શોધી સિંહ અણગાર તેના આંગણે આવ્યા.
વિનયપૂર્વક રેવતીએ વંદના કરી હાથ જોડીને પૂછ્યું, કહો ભગવાન પધારવાનું કારણ? હે શ્રાવિકા, તેં ભગવાન માટે જે ઔષધ બનાવ્યું છે તે નહિ પણ જે તે તારા માટે ઔષધ બનાવ્યું છે તેની અમોને જરૂર છે.
રેવતી આશ્ચર્ય સહ બોલી, હે ભગવાન! કોણ આવા દિવ્ય જ્ઞાની છે જે આવી ગુમ વાતને જાણી ગયા છે !
સર્વજ્ઞ ભગવાન સિવાય બીજું કોણ હોઈ શકે? રેવતી ! રેવતીએ આનંદપૂર્વક એ ઔષધ સિંહ અણગારને વહોરવું.
અને જેવું પાત્રમાં ઔષધ પડ્યું કે દેવોએ મહાદાનમ્ મહાદાનમ્ નો દિવ્યધ્વનિ ર્યો.
સિંહ અણગાર ત્વરિત ગતિએ ભગવાનની પાસે આવી ભગવાનને ઔષધનો આહાર કરાવ્યો અને અલ્પકાળમાં ભગવાનનો દેહ રોગથી મુક્ત બની ગયો.
ચતુર્વિધ સંઘે આનંદ ઉત્સવ કર્યો, પણ સિંહ અણગારની આંખમાં હર્ષનાં આંસુની ધારા વહી રહી હતી અને મુખ ભગવાનની સામે મલકી રહ્યું હતું.