________________
જૈન શાસનના ચમકતા હીરાઓ C ૫૩
રાખે છે. તેના સ્નેહને વશ હું તરત દીક્ષા નહીં લઉં. બાળકે સૂતરથી જેટલા આંટા લીધા છે તેટલાં વર્ષો હું ગૃહસ્થપણે રહીશ.' પછી તેણે પગના તંતુબંધ ગણ્યા જે બાર હતા. તેથી તેમણે બાર વર્ષ ગૃહસ્થપણામાં નિર્ગમન કર્યું અને એક સવારે શ્રીમતીને સમજાવી યતિલિંગ ધારણ કરીને તે નિર્મમ મુનિ થઈ ઘરમાંથી ચાલી નીકળ્યા.
રસ્તામાં આર્દ્રકપુરથી તેઓને શોધવા આવેલા પાંચસો સામંતો મળ્યા. તેઓ આર્દ્રકુમારને શોધી ન શક્યા જેથી રાજાને મોટું બતાવી શકતા ન હતા. અને આજીવિકા માટે ચોરીનો ધંધો કરતા હતા.તેમને ધર્મદેશના આપી, તે પાંચસો સામંતોને દીક્ષા આપી. આગળ વિહાર કરતા, એક તાપસોના ટોળાએ માંસ ભક્ષણ માટે એક હાથીને બાંધ્યો હતો ત્યાં આવ્યા. ત્યાં આ આર્દ્રમુનિને ઘણા લોકો મસ્તક નમાવીને નમતા જોયા. આ જોઈ લઘુકર્મી હાથીએ વિચાર્યું કે, હું પણ જો છૂટો હોઉં તો આ મુનિને વંદના કરું. એમ વિચારતાં તે મહર્ષિનાં દર્શન થતાં લોખંડનાં બંધનો તૂટી ગયાં અને ગજેન્દ્ર છૂટો થઈ મહામુનિને વાંદવા આગળ વધ્યો. આ જોઈ આ હાથી મુનિને જરૂર હણી નાખશે - તેનાથી બચવા લોકો દૂર ભાગી ગયા; પણ મુનિ તો ત્યાં જ ઊભા રહ્યા. હાથીએ મુનિ પાસે આવી કુંભસ્થળ નમાવીને પ્રણામ કર્યા અને સૂંઢથી ચરણસ્પર્શ કર્યો તેથી તે ગજેન્દ્ર પરમ શાંતિને પામ્યો અને દૂર ચાલ્યો ગયો. જે તાપસોએ એ હાથીને ભોજન માટે બાંધેલો તેઓ આર્દ્રમુનિ ઉપર ગુસ્સે થયા. તેમને બોધ આપી પ્રભુ મહાવીરના સમોવસરણ પાસે મોકલ્યા, ત્યાં જઈ તે બધાએ સંવેગી દીક્ષા લીધી.
રાજગૃહીમાં શ્રેણિક રાજા અને અભયકુમારે આ ગજેન્દ્ર મોક્ષની વાત સાંભળી, આર્દ્રમુનિ પાસે આવ્યા અને ભક્તિથી વંદના કરી કે, મુનિ તમે કરેલા ગજેન્દ્રમોક્ષથી અમને આશ્ચર્ય થાય છે. મુનિએ કહ્યું કે, 'હે રાજેન્દ્ર ! ગજેન્દ્રનો મોક્ષ કરવો તે મને દુષ્કર લાગતો નથી પણ ત્રાકના સૂતરના પાશમાંથી છૂટી મોક્ષ પામવો દુષ્કર લાગે છે.' રાજાએ પૂછ્યું કે, તે શી રીતે ! એટલે મુનિએ બાળકે બાંધેલ ત્રાક - સૂતરની બધી કથા કહી. જે સાંભળી. રાજા અને સર્વ લોકો વિસ્મય પામ્યા.
પછી આર્દ્રકુમારમુનિએ અભયકુમારને કહ્યું કે, 'હે બંધુ, તમે મારા ઉપકારી ધર્મબંધુ છો, તમોએ મોકલેલ અર્હતની પ્રતિમાના દર્શનથી મને જાતિ સ્મરણજ્ઞાન થયું અને તેથી જ હું આર્હત થયો. હે ભદ્ર, તમે મારો ઉદ્ધાર કર્યો છે. તમારી બુદ્ધિના પ્રતાપે હું આ આર્યદેશમાં આવ્યો અને તમારાથી જ પ્રતિબોધ પામી, હું દીક્ષાને પામ્યો. હે બંધુ, તમારું કલ્યાણ થાઓ.” આર્દ્રમુનિ રાજગૃહમાં સમવસરેલા શ્રી વીરપ્રભુને વંદના કરી, તેમનાં ચરણકમળની સેવા કરતાં પ્રાયે મોક્ષ પ્રાપ્ત કર્યું.
ογ