________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૫૧
મગધ જવાની રજા આપી અને તેના સામંતોને આર્દ્રકુમાર કોઈ સંજોગોમાં નાસી ન જાય તે માટે સખ્ત બંદોબસ્ત રાખવા હુકમ કર્યો.
આર્ટુકુમારે પોતાના માણસો પાસે એક વહાણ તૈયાર કરાવ્યું અને તેમાં રત્નો ભય અને એક દિવસ ભગવાન આદિનાથની મૂર્તિવાળી પેટી લઈને બધાને થાપ આપી વહાણ ઉપર ચડી આર્યદેશમાં આવી ગયા.
અહીં આવી પ્રભુની પ્રતિમા અભયકુમારને પાછી મોકલી આપી અને સાથે રહેલ ધન સાત્ર ક્ષેત્રમાં વાપરી, પોતાની મેળે જ યતિલિંગ ગ્રહણ કર્યું. તે વખતે દેવતાઓએ ઊંચે સ્વરે કહ્યું કે, હે મહાસત્વ!તું હાલ દીક્ષા ગ્રહણ કરીશ નહીં. કારણ કે હજુ ત્યારે ઘણાં ભોગ્ય કર્મ બાકી છે. તે ભોગવ્યા પછી જ દીક્ષા લેજે. આવાં દેવોનાં વચનો - અનાદર કરીને આર્દ્રકુમારે પોતાની મેળે જ દીક્ષા ગ્રહણ કરી અને તીવ્રપણે વ્રત તો પાળતાં વિહાર કરવા
લાગ્યા.
વિહાર કરતાં કરતાં તેઓ વસંતપુરનગરે આવ્યા, ત્યાં નગરની બહાર એક દેવાલયમાં સમાધિ અવસ્થામાં કાયોત્સર્ગમાં ઊભા હતા.
એ નગરમાં દેવદત્ત નામે એક મોટો શેઠ હતો. તેને શ્રીમતી નામે એક ઘણી જ સ્વરૂપવાન પુત્રી હતી. તે એકદા નગરની બીજી બાળાઓ સાથે પરિમણની દોડ કરવા એ દેવાલયમાં આવી કે જ્યાં આર્દ્રકુમાર સમાધિ અવસ્થામાં ઊભા હતા. રમતાં રમતાં બધી બાલિકાઓ બોલી કે, સખીઓ! સર્વ પોતપોતાને ગમતા એવા વરને વરી લો. એટલે સર્વ કન્યા પરસ્પર રુચિ પ્રમાણે ઝાડના થડો સાથે વરી ગઈ. જયારે શ્રીમતીએ કહ્યું કે, સખીઓ, હું તો આ ઊભેલા ભટ્ટારક મુનિને વરી' એ વખતે દેવતાઓએ આકાશમાં રહીને કહ્યું કે, શાબાશ છે, તું ઠીકવરી છું. આ પ્રમાણે કહી ગર્જના કરીને તે દેવે ત્યાં રત્નોની વૃષ્ટિ કરી. તે ગર્જનાથી ગભરાઈ જઈ શ્રીમતી તે મુનિનાં ચરણને વળગી પડી. આથી મુનિએ વિચાર્યું કે, અહીં થોડી વાર રહેવાથી પણ મને વ્રતરૂપી વૃક્ષને માટે ઝંઝાવાતી વાયુ જેવો મનને ગમે એવો ઉપસર્ગ થયો, માટે અહીં વધારે વાર રહેવું યોગ્ય નથી એવું વિચારતાં તે આર્તમુનિ તરત જ ત્યાંથી વિહાર કરી બીજે ચાલ્યા ગયા. -. અહીં જે રત્નની વૃષ્ટિ થઈ હતી તે રત્નો લેવા ત્યાંના રાજા રાજપુરુષો સાથે આવ્યો પણ રત્નો લેવા દેવાલયે આવ્યા ત્યારે અનેક સર્પો ત્યાં રત્નોની આસપાસ પડ્યા હતા. તે વખતે તત્કાળ દેવતાએ આકાશમાં રહીને કહ્યું કે, 'મે આ દ્રવ્ય આ શ્રીમતીના વરને નિમિત્તે આપેલું છે, માટે તે બીજા કોઈએ લેવું નહીં તે સાંભળી રાજા વિલખો થઈ પાછો ફર્યો એટલે શ્રીમતીના પિતાએ તે દ્રવ્ય લઈને અલાયદું રાખ્યું.
શ્રીમતીને વરવા યોગ્ય ઉમર થતાં ઘણા મુરતિયાનેને વરવા વસંતપુર આવ્યા. એટલે તેના પિતાએ તેને યોગ્ય વર અંગીકાર કરવા કહ્યું. તે સાંભળી શ્રીમતી બોલી કે પિતાજી, હું