________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૯
ન હતા. એ રસ્તે મહાવીર પ્રભુ વિહાર કરવા જતા હતા એટલે ત્યાં વસતા ગોવાળોએ પ્રભુને એ રસ્તે ન જવા સમજાવ્યું કે ત્યાં ફક્ત માણસો જ નહીં પણ પક્ષીઓ પણ ત્યાં ફરકતાં નથી. તમો બીજા પણ એક લાંબા રસ્તે થઈને શ્વેતાંબી નગરી જાઓ. પણ અનંત કરુણાના સાગર જેવા પ્રભુએ જ્ઞાનથી આ ચંડકૌશિકના ભવો જાણી તેને પ્રતિબોધવો જોઈએ એમ સમજી તે જ ભયંકર રસ્તે વિચર્યા અને અરણ્યમાં નાસિકા પર નેત્રને સ્થિર કરીને કાયોત્સર્ગે રહ્યા. થોડી વારે પેલા સર્વે પ્રભુને આમ ઊભેલા જોયા અને મારી અવજ્ઞા કરી કોણ અહીં પેસી ગયું છે ? તેણે ભયંકર ફૂંફાડા માર્યા, પણ પ્રભુની ઉપર તેણી કાંઈ અસર થઈ નહીં. આથી ોધે ભરાઈ પ્રભુનાં ચરણકમળ પર ડસ્યો ત્યારે રુધિરને બદલે દૂધ જેવી ધારા તે ડંસમાંથી નીકળતી જોઈ તે વિસ્મય પામ્યો અને પ્રભુના અતુલ રૂપને નીરખતાં તેનાં નેત્રો સ્તબ્ધ થઈ ગયાં અને થોડોક શાંત થયો. ત્યારે પ્રભુ બોલ્યા કે, અરે ચંડકૌશિક બૂજ ! બૂજ ! મોહ પામ નહીં. ભગવાનનાં આવાં વચન સાંભળી સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પ્રભુની ત્રણ પ્રદક્ષિણા કરીને પોતાના મનથી અનશન કરવાનો નિશ્ચય કર્યો. પ્રભુએ સર્પના ભાવ જાણીને પોતાની કરુણા દ્રષ્ટિ વડે તેનું સિંચન કર્યું.
હવે વધુ પાપથી બચવા પોતાની દ્રષ્ટિ કોઈ ઉપર ન પડે તે રીતે રાફડામાં મો રાખી હાલ્યાચાલ્યા વિના અનશન વ્રતધારી પડ્યો રહ્યો. તેના ઉપસર્ગો બંધ થતાં લોકો એ રસ્તે જવા-આવવા લાગ્યા. કેટલીક ગોવાલણો ત્યાંથી પસાર થતાં આ સર્પ દેવતા હવે તો શાંત થયા છે તેથી તેની પૂજાના હિસાબે તેના શરીર ઉપર ધી છાંટવા લાગી. પણ આ ધીની સુગંધથી અસંખ્ય કીડીઓ તેના શરીર ઉપર આવી ધી ખાતાં શરીરને કરડવા લાગી. આથી ધીરે ધીરે સર્પનું શરીર ચારણી જેવું થઈ ગયું. પણ આ સર્પરાજ દુ:સહ વેદના સહન કરતો રહ્યો અને આ બિચારી અલ્પ બળવાળી કીડીઓ મારા શરીરના દબાણથી પીલાઓ નહીં, એવું ધારી પોતાનું શરીર જરા પણ હલાવ્યું નહીં અને આ પ્રમાણેના કરુણા પરિણામવાળો અને ભગવંતની દયામૃત દ્રષ્ટિથી સિંચન થયેલો સર્પ એક પખવાડીએ મૃત્યુ પામી સહસ્રાર દેવલોકમાં દેવતા થયો.
નિંદા કરે ખોટા જનો, તેથી કદી ડરવું નહિ. ધારેલ સત્ય વિચારથી, પાછા કદી ફરવું નહિ.