________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૭
વગેરે કર્યા છે. એટલે દંડધારીએ પૂછ્યું, હવે તમારાં દુષ્કૃત્યનું પણ વર્ણન કરો. એટલે તેણે કહ્યું કે, મેં કોઈ દુષ્કૃત્ય કર્યું જ નથી મેં દુકૃત્ય કર્યા હોય તો દેવ લોકમાં શી રીતે આવું - એવા યુક્તિપૂર્વકના જવાબો આપ્યા. આ રીતે અભયકુમારે કરેલ યુક્તિ કોઈ રીતે કામ ન આવી અને રોહિણીયાને છોડી દેવો પડ્યો.
આ રીતે તેનો છુટકારો થતાં તે વિચારવા લાગ્યો, અરે ! પ્રભુની પળ બે પળ વાણી સાંભળી તે આટલી કામમાં આવી. જો તેમની વાણી વધુ સાંભળીએ તો કેટલાં સુખ પામીએ. મારા પિતાએ મને ખોટો ઉપદેશ આપી સંસારમાં રઝળતો કર્યો. આમ પશ્ચાત્તાપ કરતો પ્રભુ પાસે આવ્યો અને તેમનાં ચરણમાં પડી વંદન કરી કહેવા લાગ્યો : તમારાં વચન સાંભળવાનો નિષેધ કરી મારા પિતાએ મને ઠગ્યો છે. હવે કૃપા કરી મને સંસારસાગરથી ઉગારો. તમારાં થોડા વખત સાંભળેલાં વચનોથી રાજાના મૃત્યુદંડથી બચી ગયો. હવે ઉપકાર કરી મને યોગ્ય હોઉં તો ચારિત્ર ગ્રહણ કરાવો. પ્રભુએ વ્રત આપવા હા પાડી. એટલે કરેલાં પાપ ખમાવવા ચોરે શ્રેણિક મહારાજા પાસે જઈ બધી ચોરી વગેરેની કબૂલાત કરી અને અભયકુમારને સાથે લઈ બધી ચોરીનો માલ સંઘર્યો હતો તે જગ્યાઓ બતાવી તે લઈ લેવા જણાવ્યું. અને પ્રભુ પાસે દીક્ષા લીધી. અને અનુક્રમે એક ઉપવાસથી માંડી છ માસી ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા ર્યા બાદ વૈભાર પર્વત પર જઈ અનશન કર્યું અને શુભ ધ્યાનપૂર્વક પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં દેહ તજી સ્વર્ગે ગયા.
છે
અવસર બેહેર બેહેર નહીં આવે
બેહેર બેહેર નહીં આવે અવસર, બેહેર બેહેર નહીં આવે. કર્યું જાણે હું કર લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે. અવ.૨૧ તન ધન જોબન સબ હી જૂઠા, પ્રાણ પલકમેં જાવે. અવ. તન છૂટે ધન કોન કામકો, કાયક કૃપણ કહાવે. અવ.૦૩ જાકે દિલમેં સાચ બસત હૈ, તમાકુ જૂઠ ન ભાવે. અવ.૦૪ આનંદધન પ્રભુ ચલત પંથમેં, સમરી સમરી ગુણ ગાવે. અવ.૦૫