________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૩૩
મલિન કર્યો. આવી ભાવના ભાવમાં ભાવતાં દશાર્ણભદ્ર રાજાને હળવે હવળે વૈરાગ્ય આવવાથી ત્યાં જ મુગટ વગેરે આભૂષણો કાઢી અને કર્મરૂપ વૃક્ષોનાં મૂળિયાં ખેંચી કાઢતા હોય તેમ પોતાની મુષ્ટિ વડે મસ્તક ઉપરના વાળને ખેંચી કાઢ્યા અને ગણધરની પાસે આવીને ચારિત્ર ગ્રહણ કરી પ્રભુને પ્રદક્ષિણા કરી વંદન કર્યું. ત્યારે ઇદ્ર દશાર્ણભદ્ર પાસે આવીને કહ્યું કે, અહો મહાત્મન, તમારા આ મહાન પરાક્રમથી તમે મને જીતી લીધો છે. આ પ્રમાણે કહી તેમને નમસ્કાર કરી ઈંદ્ર પોતાના સ્થાનકે ગયા અને દશાર્ણભદ્ર મુનિ સારી રીતે વ્રતનું પાલન કરી પોતાની જાતને ધન્ય બનાવી.
:::
'
"
:
છે.
અમે મહેમાન દુનિયાના અમે મહેમાન દુનિયાના, તમે મહેમાન દુનિયાના: સહુ મહેમાન દુનિયાના, છએ મહેમાન દુનિયાના. ૧. અહીં ઘડી પહોર કે દિન માસ, કે બહુ વર્ષ રહેવાના: છતાં ક્યારે શું નકકી, નહીં એ સાફ કહેવાના. . બરાબર બાજરી ખૂટે, ઊઠીને તૂર્ત જવાના: સંબંધી રોકશે તોયે, પછી ના પલક રહેવાના. ૩, પ્રભુની મહેર ત્યાં સુધી, અમો આ ખેલ જોવાના: નિહાળી વ્યોમ તો એની, બઢો આનંદ લેવાના. ૪. જમા કીધું જશું મેલી, નથી કાંઈ સાથ. લેવાના નથી માલેક તો અંતે, અમ ફેટી બદામોના. ૫. નથી તો કાંઈ લાવેલા, ને કાંઈ લઈ જ્હાના: પ્રભુજીના પરોણાને, કશી વાતે કમીના ના. ૬, ભલે હાલા ઊડી જાએ, અમે ન લેશ રોવાના:: અમો પણ એ જ મારગમાં, છીએ આખર જવાના. ૭
-
- - -
- -