________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૪૨
થોડી વાર રહીને શ્રેણિકે ફરીથી પૂછ્યું કે, હે ભગવાન ! પ્રસન્નચંદ્રમુનિ જો આ સમયે કાળ કરે તો ક્યાં જાય ?" ભગવંતે કહ્યું કે, "સર્વાર્થ સિદ્ધ વિમાને જાય શ્રેણિકે પૂછ્યું કે, "ભગવંત ! આપે ક્ષણના અંતરમાં બે જુદી વાત કેમ કહી !" પ્રભુ બોલ્યા કે, 'ધ્યાનના ભેદથી તે મુનિની સ્થિતિ બે પ્રકારની થઈ તેથી મેં તેમ કહેલ. પ્રથમ દુખની વાણી સાંભળીને પ્રસન્નચંદ્રમુનિ બ્રેધી થયા હતા અને પોતાના મંત્રી વગેરેની સામે મનમાં કોપિત થઈ યુદ્ધ કરતા હતા. તે વખતે તમે એને વંદના કરી હતી, તેથી તે વખતે તે નરકને યોગ્ય હતા. ત્યાંથી તમારા અહીં આવવા દરમ્યાન તેણે મનમાં વિચાર્યું કે, હવે મારી પાસેનાં બધાં આયુધો ખલાસ થઈ ગયાં માટે હવે તો મારા મસ્તક ઉપરના શિરસ્ત્રાણથી શત્રુને મા. - એવું ધારી પોતાનો હાથ માથા પર મૂક્યો. ત્યાં તો માથે લોચ કરેલો જાણી પોતે વ્રતમાં છે એ જાણી, ઓહો ! આ મેં શું ચિંતવ્યું ? એમ તે પોતાના આત્માને નિંદવા લાગ્યા અને તેની આલોચના પ્રતિક્રમણ કરીને પાછા પ્રશસ્ત ધ્યાનમાં સ્થિર થયા, તેથી તમારા બીજા પ્રબ સમયે તે સર્વાર્થ સિદ્ધિને યોગ્ય થઈ ગયા. આ પ્રમાણે વાત ચાલે છે ત્યાં પ્રસન્નચંદ્રમુનિની સમીપે દેવ દુંદુભિ વગેરે વાગતાં સંભળાયાં તે સાંભળી શ્રેણિકે પ્રભુને પૂછ્યું, "સ્વામી ! આ શું થયું ?" પ્રભુ બોલ્યા કે, "ધ્યાનમાં સ્થિર થયેલા પ્રસન્નચંદ્રમુનિને હમણાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે અને દેવતાઓ તેમના કેવળજ્ઞાનનો મહિમા ઊજવે છે. છેલ્લી ઘડીએ લપક શ્રેણીએ ચડી જતાં પ્રસન્નચંદ્ર રાજઋષિ કેવળજ્ઞાન પામ્યા.”
વધાઈ દિનાનાથની વધાઈ બાજે છે, મારા નાથની વધાઈ બાજે છે. શરણાઈ સુર નોબત બાજે, મોર ધનન ઘન ગાજે છે...મારા નાથની. ઇન્દ્રાણી મિલ મંગલ ગાવે, મોતીયના ચૌક પૂરાવે છે......મારા નાથની. સેવક પ્રભુજી શું અરજ કરે છે, ચરણોં કી સેવા ખારી લાગે છે.... મારા નાથની.