________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૪૫
| શ્રી નયસાર,
૨ પ.
જંબુદ્વીપમાં યંતી નામે નગરી હતી. ત્યાં શત્રુમર્દન નામે રાજા રાજ્ય કરતા હતા. તેના પૃથ્વી પ્રતિષ્ઠાન નામના ગામમાં નયસાર નામે એક સ્વામી ભક્ત ગામેતી હતો. તેને કોઈ સાધુ-મહાત્માઓ સાથે સંપર્ક ન હતો પણ અપકૃત્યથી પરાડુ મુખ-બીજાના દોષને જોવામાં વિમુખ અને ગુણગ્રહણમાં તત્પર રહેતો.
એક વખત રાજાની આજ્ઞાથી તે મોટાં લાકડાં લેવા માટે ભાતું લઈ કેટલાંક ગાડાં સાથે એક જંગલમાં ગયો. ત્યાં વૃક્ષો કાપતાં મધ્યાહૂન સમય થયો અને ખૂબ ભૂખ લાગી. તે વખતે નયસાર સાથે આવેલા બીજા સેવકોએ ઉત્તમ ભોજનસામગ્રી પીરસી. નયસારને જમવા બોલાવ્યો. પોતે સુધા-તૃષા માટે આતુર હતો છતાં પણ કોઈ અતિથિ આવે તો હું તેને ભોજન કરાવીને પછી જમું." - એમ ધારી પોતે આમ તેમ જોવા લાગ્યો. તેવામાં સુધાતુર, તૃષાતુર અને પસીનાથી જેમનાં અંગો રેબઝેબ થઈ ગયાં છે એવા કેટલાક મુનિઓ એ તરફ આવી ચડ્યા. “ઓહો ! આ મુનિઓ મારા અતિથિ થયા તે બહુ સારું થયું એમ ચિંતવતા નયસારે તેમને નમસ્કાર કરીને પૂછ્યું કે, “હે ભગવંત ! આવી મોટી અટવીમાં તમો ક્યાંથી આવી ચડ્યા ! કેમ કે શસ્ત્રધારી પણ આ અટવીમાં એકાકીપણે ફરી શકે તેમ નથી. તેથી તેઓ બોલ્યા કે,
અમો શરૂઆતમાં અમારા સ્થાનથી સાર્થની સાથે અમે ચાલ્યા હતા, પણ માર્ગમાં કોઈ ગામમાં ભિક્ષા લેવાને પેઠા, તેવામાં સાર્થ ચાલ્યો ગયો. અમને ભિક્ષા કંઈ મળી નહીં, તેથી અમો સાર્થને શોધતા આગળ ને આગળ ચાલ્યા પણ અમોને સાર્થ તો મળ્યો નહીં અને આ અટવીમાં આવી ચડ્યા. નયસાર બોલ્યો, “અહો ! એ સાર્થ કેવો નિર્દય ! કેવો વિશ્વાસઘાતી ! કે તેની આશાએ ચાલેલા સાધુઓને સાથે લીધા વગર તે પોતાના સ્વાર્થમાં નિષ્ફર બનીને ચાલ્યો ગયો. પણ મારા પુણ્ય તમો અતિથિ રૂપે પધાર્યા તે બહુ સારું થયું." આ પ્રમાણે કહીને નયસાર તે મહામુનિઓને જ્યાં પોતાનું ભોજનસ્થાન હતું ત્યાં લઈ ગયો અને પોતાને માટે તૈયાર કરી લાવેલા અનપાનથી તેણે તે મુનિઓને પ્રતિલાભિત ક્ય, એટલે મુનિઓએ ત્યાંથી બીજે જઈને વિધિ વડે તેનો આહાર કર્યો. ભોજન કરીને નયસાર મુનિઓની પાસે આવ્યો અને પ્રમાણ કરીને કહ્યું કે, “હે ભગવંત ! ચાલો, હું તમને નગરનો માર્ગ બતાવું. એટલે