________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૪૬
મુનિઓ નયસારની સાથે ચાલ્યા અને નગરીના માર્ગે આવી પહોંચ્યા. ત્યાં મુનિઓએ એક વૃક્ષની નીચે બેસીને નયસારને ધર્મ સંભળાવ્યો. તે સાંભળી, પોતાના આત્માને ધન્ય માનતા નયસારે તે જ વખતે સમકિત પ્રાપ્ત કર્યું અને મુનિઓને વાંદીને તે પાછો વળ્યો અને કાપેલ બધાં કાષ્ઠો રાજાને પહોંચાડી પોતાના ગામમાં આવ્યો.
પછી આ મોટા મનવાળો નયસાર ધર્મનો અભ્યાસ કરતો તત્ત્વને ચિંતવતો અને સમકિત પાળતો પોતાનો કાળ નિર્ગમન કરવા લાગ્યો. એ પ્રમાણે આરાધના કરતો નયસાર અંત સમયે પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી, મૃત્યુ પામી, સૌધર્મ દેવલોકમાં પલ્યોપમ આયુષ્યવાળો દેવતા થયો. આ જ આત્મા સત્યાવીશમા ભવે ત્રિશળા રાણીની કુખે જન્મી વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી થયા.
વ્હાલા મારા હૈયામાં રહેજે...
વ્હાલા મારા હૈયામાં રહેજે, ભૂલું ત્યાં નું ટોકતો રહેજે. માયાનો છે કાદવ એવો, પગ તો ખૂપી જાય; હિંમત મારી કામ ન આવે, તું પકડજે બાંહ્ય,
વ્હાલા મારા...
મરકટ જેવું મન આ મારું જ્યાં ત્યાં કૂદકા ખાય; મોહ મદિરા ઉપર પીધો, ને પાપે પ્રવૃત્ત થાય.
વ્હાલા મારા...
દેવું પતાવવા આવ્યા જગમાં, દેવું વધતું જાય; છૂટવાનો એક આરો હવે તો, તું છોડે છુટાય.
વ્હાલા મારા..
પુનિતનું આ દર્દ હવે તો, મુખે કહ્યું નવ જાય; સોંપી મેં તો તારા ચરણમાં, થાવાની હોય તે થાય.
વ્હાલા મારા..