________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૪૧
શ્રી પ્રસન્નચંદ્ર રાજઋષિ
પોતનપુર નગરના રાજા પ્રસન્નચંદ્ર. પ્રભુ મહાવીર પોતનપુર આવ્યા છે અને મનોરમ નામના ઉદ્યાનમાં સમવસર્યા છે એ જાણી રાજા પ્રભુને વાંદવા આવ્યા અને મોહને નાશ કરનારી પ્રભુની દેશના સાંભળી. તેઓ સંસારથી ઉદ્વેગ પામ્યા અને પોતાના બાળકુમારને રાજ્ય સિંહાસન ઉપર બેસાડી, તેમણે પ્રભુ પાસે દીક્ષા વ્રત ગ્રહણ કર્યું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ અનુક્રમે સૂત્રાર્થના પરગામી થયા. પ્રભુ વિહાર કરતા કરતા રાજગૃહનગરે પધાર્યા. પ્રભુનાં દર્શન કરવા શ્રેણિક રાજા પુત્રોના પરિવાર સાથે હાથીની સવારી તથા ઘોડા વગેરેની શ્રેણી સાથે આવવા નીકળ્યા. તેની સેનામાં સૌથી આગળ સુમુખ અને દુર્મુખ નામે બે મિથ્યા ષ્ટિ સેનાનીઓ ચાલતા હતા. તેઓ પરસ્પર વિવિધ વાર્તાઓ કરતા ચાલ્યા આવતા હતા. રસ્તામાં ચાલતાં તેઓએ પ્રસન્નચંદ્રમુનિને એક પગે ઊભા રહી, ઊંચા હાથ કરીને તપ કરતા જોયા. તેઓને જોઈ સુમુખ બોલ્યા કે, "અહો, આવી આતાપના કરનાર આ મુનિને સ્વર્ગ કે મોક્ષ પણ દુર્લભ નથી.' એ સાંભળી દુર્મુખ બોલ્યો કે, "અહો ! આ તો પોતનપુરનો રાજા પ્રસન્નચંદ્ર છે. મોટી ગાડીમાં જેમ વાછરડાને જોડે તેમ આ રાજાએ રાજ્યનો બધો ભાર પોતાના બાળકુમાર ઉપર મૂક્યો છે. એ તે કંઈ ધર્મી કહેવાય ? એના મંત્રીઓ ચંપાનગરીના રાજા દીવાહનની સાથે મળી, તેના રાજકુમારને રાજ્ય ઉપરથી ભ્રષ્ટ કરશે. એટલે આ રાજાએ તો ઊલટો અધર્મ કર્યો છે." આ પ્રમાણેનું વચન ધ્યાનસ્થ મુનિ પ્રસન્નચંદ્રે સાંભળી મનથી ચિંતવવા લાગ્યા કે, "અહો ! મારા અકૃતજ્ઞ મંત્રીઓને ધિક્કાર છે. તેઓ મારા પુત્ર સાથે આવો ભેદ કરે છે ? જો હું આ વખતે રાજ્ય સંભાળતો હોત તો તેઓને બહુ આકરી શિક્ષા કરત.” આવા સંકલ્પ-વિકલ્પોથી અપ્રસન્ન થયેલા રાજ પોતાના ગ્રહણ કરેલા વ્રતને ભૂલી જઈ મનથી જ મંત્રીઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા. આગળ ચાલતાં શ્રેણિક મહારાજા પોતાના રસાલા સાથે પ્રભુ પાસે આવ્યા અને વંદના કરીને પૂછ્યું કે, “રસ્તામાં પ્રસન્ન ચંદ્ર રાજષિને ધ્યાનાવસ્થામાં મેં વાંઘા છે. તે સ્થિતિમાં કદાપિ તે મૃત્યુ પામે તો કઈ ગતિમાં જાય ?” પ્રભુ બોલ્યા કે, “સાતમી નરકે જાય. તે સાંભળી શ્રેણિક રાજા વિચારમાં પડ્યા કે, 'સાધુને નરગમન હોય નહીં પ્રભુનું કહેવું મારાથી બરાબર સંભળાયું નહીં હોય.
૨૩.