________________
જૈન શાસનના ચમક્યા હીરાઓ [ ૩૯
શ્રી સુકોશલ મુનિ
એક સમયે અયોધ્યાનગરીમાં કીર્તિધર નામના રાજા હતા. તેમને સહદેવી નામની પત્ની હતી. તેઓ ભર યુવાનીમાં હોવાથી ઇંદ્રની જેમ વિષયસુખ ભોગવતાં હતાં. એકદા તેમને દીક્ષા લેવાની ઇચ્છા થઈ. પણ મંત્રીઓએ તેમને સમજાવ્યા કે, "જ્યાં સુધી તમારે ઘરે પુત્ર ઉત્પન્ન થયો નથી, ત્યાં સુધી તમારે વ્રત લેવું યોગ્ય નથી. તમો અપુત્રપણામાં વ્રત લેશો તો પૃથ્વી અનાથ થઈ જશે. માટે સ્વામી ! પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી રાહ જુઓ."
આ પ્રમાણે મંત્રીઓના કહેવાથી કીર્તિધર રાજા શરમના માર્યા દીક્ષા ન લેતાં ગૃહવાસમાં રહ્યા. કેટલોક કાળ ગયા પછી તેમને સહદેવી રાણીથી સુકોશલ નામે પુત્ર થયો. તેનો જન્મ થતાં જ આ બાળપુત્ર જન્મેલો જાણી મારા પતિ દીક્ષા લેશે એમ ધારી સહદેવીએ તેને સંતાડી દીધો. બાળકને ગુપ્ત રાખવા છતાં કીર્તિધરને બાળકની બરાબર ભાળ મળી જવાથી, તે બાળકને રાજ્યગાદી ઉપર બેસાડી વિજ્યસેન નામના મુનિની પાસે દીક્ષા લીધી. તીવ્ર તપસ્યા કરતા અને અનેક પરીષહોને સહન કરતા તે રાજર્ષિ ગુરની આજ્ઞાથી એકાકી વિહાર કરવા લાગ્યા અને વિહાર કરતાં કરતાં એક વખત અયોધ્યાનગરીમાં આવ્યા. તેઓ એક માસના ઉપવાસી હોવાથી પારણાને માટે ભિક્ષા લેવા મધ્યાહન વખતે શહેરમાં ભમતા હતા. તે મુનિ પોતાના સંસારીપણાના પતિ છે અને ગામમાં હોવાથી સુકોશલ તેમને મળશે, તો સુકોશલ પણ દીક્ષા લઈ લેશે - એટલે પોતે પતિવિહોણી તો છે જ, વળી પુત્રવિહીન પણ થઈ જશે. એટલે આ કીર્તિધર મુનિને રાજ્યની કુશળતા માટે નગરીમાંથી કાઢી મૂકવા જોઈએ. આવો વિચાર કરીને રાણીએ પોતાના માણસો દ્વારા કીર્તિધર મુનિને નગર બહાર કાઢી મુકાવ્યા. આ વાત સુકોશલની ધાવમાતાએ જાણી તેથી તે છૂટે મુખે રોવા લાગી. રાજા સુકોશલે તેને રોવાનું કારણ પૂછ્યું ત્યારે તેને તમારા પિતા, જેમણે તમોને રાજ્ય ઉપર બેસાડી દીક્ષા લીધી છે તેઓ ભિક્ષા માટે ગામમાં આવેલા. તમારી માતાએ તમને એ મુનિ મળશે તો તમે પણ દીક્ષા લેશો એમ જાણી તેમને ગામ બહાર કઢાવી મૂક્યા છે. આથી હું રુદન કરું છું. આ દુ:ખ હું સહન કરી શકતી નથી. આ જાણી સુકોશલ વિરક્ત થઈ પિતાની પાસે આવ્યા અને અંજલિ જોડી વતની યાચના કરી. તે વખતે તેની પત્ની ચિત્રમાળા ગર્ભિણી હતી તે