________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૪૦
મંત્રીઓ સાથે આવી અને સુકોશલને દીક્ષા ન લેવા સમજાવવા લાગી. પણ સુકોશલે તેને કહ્યું કે, “તારા ગર્ભમાં જે પુત્ર છે તેનો મેં રાજ્ય ઉપર અભિષેક કરેલો છે.” એમ સમજાવી સુકોશલે પિતાની પાસે દીક્ષા લીધી અને મહા આકરી તપસ્યા કરવા લાગ્યા. મમતા રહિત અને કષાય વર્જિત એ પિતા - પુત્ર મહામુનિ થઈ પૃથ્વી તળને પવિત્ર કરતા સાથે જ વિહાર કરતા હતા. પુત્ર અને પતિના વિયોગે સહદેવીને ઘણો ખેદ થયો તેથી આર્તધ્યાનમાં મૃત્યુ પામીને કોઈ ગિરિની ગુફામાં વાઘણ થઈ.
કીર્તિધર અને સુકોશલ મુનિ ચાતુર્માસ નિર્ગમન કરવાને માટે પર્વતની ગુફામાં સ્થિર ધ્યાનસ્થ અવસ્થામાં રહ્યા અને કાર્તિક માસ આવ્યો ત્યારે તે બન્ને મુનિ પારણાને માટે શહેર તરફ ચાલ્યા. ત્યાં માર્ગમાં યમદૂતી જેવી પેલી દુષ્ટ વાઘણે તેઓને દીઠા. વઘણ નજીક આવીને તરાપ મારવા તૈયાર થઈ તે વખતે બન્ને સાધુ ધર્મધ્યાનમાં તત્પર થઈને ત્યાં જ કાયોત્સર્ગે રહ્યા. તે વાઘણે આગળ પહેલાં સુકોશલ મુનિ હોવાથી તેમના ઉપર પ્રહાર કર્યો. તેમને પૃથ્વી ઉપર પાડી નાખ્યા અને નખરૂપ પોતાના અંકુશથી તેમના શરીરને ફાડી નાખ્યું અને તેમાંથી વહેતા રુધિરનું પાન કરવા લાગી અને દાંતથી તડતડ તોડીને માંસ ખાવા લાગી. આવા વખતે સુકોશલ મુનિ આ વાઘણ મને કર્મક્ષયમાં સહકારી છે . એમ મુનિ જરા પણ ગ્લાનિ ન પામતાં શુકલ ધ્યાનમાં પહોંચતાં તત્કાળ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તેવી જ રીતે કીર્તિધર મુનિ પણ અનુક્રમે કેવળજ્ઞાન પામી અદ્વૈત્ય સુખના સ્થાન રૂપ પરમપદને પ્રાપ્ત થયા.
અરિહા શરણ
અરિહા શરણં, સિદ્ધા શરણે, સાહુ શરણે વરીએ: ધમ્યો શરણે પામી વિનયે જિનઆણાં શિર ધરીએ. અરિહા શરણે મુજને હોજો, આતમ શુદ્ધિ કરવા, સિદ્ધા શરણં મુજને હોજો, રાગદ્વેષને હણવા. સાહુ શરણં મુજને હોજો, સંયમ શૂરા બનવા, ધમો શરણં મુજને હોજો, ભવોદધિથી કરવા.
મંગલમય ચારેનું શરણું, સઘળી આપા ટાળે, - ચિધ્ધન કેરી બની નૈયા, શાશ્વત નગરે વાળે.
::::::
::
:::::::
::::::::::
* *
*
*
* * *
*
*