________________
જૈન શાસનના ચમકતા હીરાઓ B ૩ર.
| શ્રી દશાર્ણભદ્ર
ચંપાનગરીથી વિહાર કરી, મહાવીર પ્રભુ દશાર્ણ નગરે આવે છે. ત્યાંના રાજા દશાર્ણભદ્રને સાંજના સમયે સમાચાર મળ્યા કે, આવતી કાલે સવારે વીરપ્રભુ અત્રે મારા નગરમાં પધારવાના છે! રાજા આ જાણી અતિ હર્ષ પામ્યો અને મારી સમૃદ્ધિથી ભગવાનનું અપૂર્વ સ્વાગત કરી વંદના કરીશ, તેથી મંત્રી વગેરેને આજ્ઞા કરી કે મારા મહેલથી પ્રભુના સમવસરણ સુધી મોટી સમૃદ્ધિથી માર્ગને શણગારો.
રાજાની આજ્ઞા પ્રમાણે નગરપતિ અને મંત્રીઓએ કદી ન શણગાર્યો હોય તેવો રસ્તો શણગાર્યો. રસ્તે કુંકુમ જળનો છંટકાવ કર્યો ભૂમિ ઉપર સુંદર પુષ્પો પાથર્યાં.
સ્થાને સ્થાને સુવર્ણસ્તંભ ઉભા કરી તોરણો બાંધ્યાં. રત્નમય દર્પણોથી શોભતી માળાઓ વડે સ્તંભને શણગાર્યા અને રાજા સ્નાન કરી દિવ્ય વસ્ત્રો અને આભૂષણો સાથે પુષ્પની માળા પહેરી, ઉત્તમ હાથી ઉપર બેસી પ્રભુને વાંદવા ચાલ્યા. મસ્તકે શ્વેતછત્ર અને બન્ને બાજુ ચામરો ધરાતા હતા. અને તેમની પાછળ બધા સામંતો અને તેમની પાછળ ઈંદ્રાણીના રૂપ જેવી અંત:પુરની સ્ત્રીઓ વગેરે ચાલતાં હતાં. પ્રભુના સમવસરણે પહોંચી ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુને વંદના કરી પોતાની સમૃદ્ધિથી ગવિત થયેલો રાજા પોતાના યોગ્ય આસને બેઠો.
દશાર્ણપતિને પોતાની સમૃદ્ધિનો ગર્વ થયેલો જાણી તેને પ્રતિબોધ કરવા ઈંદ્ર મહારાજા એક અતિ રમણીય વિમાન કે જે જળમય હતું તે વિસ્તાર્યું. જેમાં સ્ફટિક મણિ જેવા નિર્મળ જળના પ્રતિભાને સુંદર કમળો ખીલેલાં દેખાતાં હતાં. હંસ અને આરસ પક્ષીઓના મધુર પ્રતિનાદ થઈ રહ્યા હતા. દેવ વૃક્ષો અને દેવ લતાઓથી ખરતાં પુષ્પથી તે વિમાન શોભતું હતું. વિમાન ઉતારી ઈંદ્ર મહારાજા આઠ દંકૂશળથી શોભતા ઐરાવત ઉપર બેસવા ગયો. તે વખતે તે હાથી ઉપર પહેલેથી બેઠેલી દેવાંગનાઓએ તેમને હાથનો ટેકો આપી ઉપર બેસાડ્યા. આવી ઇંદ્રની પારવાર સમૃદ્ધિ જોઈ ક્ષણ વાર તે રાજા ખંભિત થઈ ગયો અને વિસ્મયથી વિકસિત નેત્ર કરી તેણે વિચાર્યું કે, અહો, આ ઈંદ્રનો કેવો વૈભવ છે? શું સુંદર એનો ઐરાવત હાથી છે !
ક્યાં મારો ખાબોચિયા જેવો વૈભવ અને ક્યાં આ ઈંદ્રનો સમુદ્ર જેવો વૈભવ! મેં મારી સમૃદ્ધિનો નાહકનો ગર્વ કર્યો. ધિક્કાર છે મને, મેં આવો ખોટો ગર્વ કરી મારા આત્માને