________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૦
શ્રી મેઘરથ રાજા
જબરીપના પૂર્વ મહાવિદેહમાં પુંડરીકિણી નગરીમાં ધનરથ રાજા હતા. તેમને પ્રિયમતી નામની પત્ની હતી તેમને ત્યાં મેઘરથકુમારનો જન્મ થયો. સમય થતાં પિતાએ મેઘરથને રાજ્ય સોપ્યું. મેઘરથ રૂડી રીતે જૈન ધર્મ પાળતા. એક દિવસ મેઘરથ પૌષધશાળામાં પૌષધ અંગીકાર કરી ભગવંત ભાષિત ધર્મનું વ્યાખ્યાન કરવા માંડ્યું. તે વખતે ભયથી કંપતું અને મરણોન્મુખ હોય તેમ દીન ઈષ્ટિ ફેરવતું એક પારેવડું તેમના ખોળામાં આવી પડ્યું અને તેણે મનુષ્ય જેવી ભાષાથી અભયની માગણી કરી. એટલે કરુણાના સાગર જેવા રાજાએ ભય પામીશ નહીં, ભય પામીશ નહીં એવું આશ્વાસન આપ્યું. થોડી વારે 'હે રાજન, એ મારું ભક્ય છે માટે સત્વર તે મને સોંપી દે. એ પ્રમાણે કહેતું એક બાજ પક્ષી ત્યાં આવ્યું. એટલે રાજાએ કહ્યું, તને આ પારેવડું હું આપીશ નહીં. કારણ કે તે મારા શરણે આવ્યું છે અને શરણાર્થીનો જીવ બચાવવો એ ક્ષત્રિય ધર્મ છે અને આવા પ્રાણીને મારી ખાવું એ તારા જેવા બુદ્ધિમાનને શોભતું નથી. તારા શરીર ઉપરથી એક પીછું ઉખેડીએ તો તને કેવી પીડા થાય, તેવી પીડા બીજાને પણ થાય. પણ કોઈને મારી નાખવાથી તો તેને કેટલી પીડા થાય એ તું કેમ વિચારતો નથી ? વળી આવી જીવની હિંસા કરી તારું પેટ ભરે તેથી નરકે જવાનું તું પાપ કરે છે એ તો વિચાર. ત્યારે બાજ પક્ષીએ કહ્યું, તમે આ પારેવડનું રક્ષણ કરો છો તો મારો વિચાર કેમ કરતા નથી. હું પણ ભૂખથી પીડાઉ છું. આથી મારા પ્રાણ ચાલ્યા જશે. માંસ એ જ મારો ખોરાક છે. મને તાજું માંસ તમે આપશો ! રાજા પોતાના દેહનું માંસ કાઢી આપવા તૈયાર થયા અને પારેવાના વજન જેટલું માંસ આપવા ત્રાજવું મંગાવી એક તરફ પારેવડાને બેસાડી પોતાના શરીરમાંથી માંસ કાપી કાપીને મૂકવા લાગ્યા. માંસ કાપતા જ જાય પણ પારેવડાના તોલ કરતાં ઓછું જ તોલમાં થાય. છેવટે પોતાનું આખું શરીર ત્રાજવાના બીજા પલ્લામાં મૂકી પારેવડા બરાબર વજન કર્યું. જ્યારે રાજા પોતે તુલા ઉપર બેઠો તે જોઈ સર્વ પરિવારે હાહાકાર કરી. સામંત, અમાત્ય બીજા મિત્રોએ રાજાને કહ્યું કે, “અરે પ્રભુ, અમારા અભાગ્યે તમે આ શું કરો છો. આ શરીર વડે તો તમારે બધી પૃથ્વીનું રક્ષણ કરવું જોઈએ. તમે ફક્ત એક પક્ષીના રક્ષણ માટે શરીરનો કેમ ત્યાગ કરો છો ? આ તો કોઈ માયાવી