________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૮
ચંડકૌશિક સર્પ
સાધુ ઘણો તપિયો હતો ધરતો મન વૈરાગ્ય શિષ્યના વેધ થકી થયો
ચંડ કોશિયો નાગ. વાંચકોને પ્રશ્ન થાય કે મહાનુભાવોની કથામાં આ સર્પની કથા કેવી રીતે આવી?
મૂળમાં કથા એક વૃદ્ધ સાધુની છે પણ તેમનું નામ તે સાધુના ત્રીજા ભવે તે મરીને સર્પ થાય છે. એટલે કથાનું નામા ચંડકૌશિક સર્પ આપ્યું છે.
એક વૃદ્ધ તપસ્વી ધર્મઘોષ મુનિ. તેમના એક બાળ શિષ્ય - દમદંત મુનિ. ચેલા સાથે ઉપવાસના પારણાને માટે ગોચરીએ નીકળ્યા. તેમના પગ નીચે એક નાની દેડકી કચરાઈને મરી ગઈ. તેની આલોચના કરવા સાથેના બાળમુનિએ વૃદ્ધ સાધુને કહ્યું. સાધુએ બાળમુનિને કહ્યું. અહીં બીજી પણ દેકડી મરીને પડેલી છે, શું એ બધી મેં મારી? પણ બાળમુનિએ પાછું સંસ્થાના પ્રતિક્રમણ બાદ યાદ દેવરાવ્યું કે, દેડકીની આલોચના કરી ? આવી રીતે ફરી ફરી યાદ દેવરાવતા બાળમુનિ ઉપર તેમને ઘણો બંધ થયો અને ઊભો રહે એમ કહી તેને મારવા દોડ્યા. બેધાંત થઈને દોડતા અંધારું હોવાને લીધે વચ્ચે એક થાંભલો આવ્યો તેની સાથે વૃદ્ધ સાધુનું માથું ભટકાયું અને સજજડ માર લાગ્યો, આથી સાધુનું મૃત્યુ થયું. બીજા ભવમાં તે એક તાપસોના ઉપરી અને મોટા વનખંડનો સ્વામી થયો. બીજા તાપસોને તે આ વનખંડમાંથી ફળ કે કુલ તોડી લેવા દેતો ન હતો. કોઈ ફળ-ફૂલ લે તો તેને મારવા જતો. એક દિવસ હાથમાં કુહાડો લઈ એવા એક ફળ તોડી નાસતા રાજપુત્રની પાછળ ઘેડ્યો પણ કર્મ સંજોગે ખાડામાં પગ પડતાં તે પડી ગયો અને હાથમાંનો કુહાડે માથામાં જોરથી વાગવાથી તત્કાળ મૃત્યુ પામ્યો.
ત્યાંથી મરીને તે ચંડકૌશિક ષ્ટિવિષ સર્પ થયો. એક વખત પ્રભુ મહાવીર વિહાર કરતાં શ્વેતાંબી નગરી તરફ જતા હતા ત્યાં રસ્તામાં આ સર્પ રહેતો હતો. તેના હૂંફાડા માત્રથી પ્રાણીઓ વગેરે મરી જતાં એટલે એ રસ્તો જવા આવવા માટે લોકો વાપરતા