________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૬
ન પકડી શક્યો. આથી રાજાએ તેમના પુત્ર અભયકુમારને આ ચોરને પકડવાનું કામ સોંપ્યું. અભયકુમારે કોટવાળને જણાવ્યું કે, બધી સેના ગામ બહાર રાખી જ્યારે ચોર ગામમાં પેસે ત્યારે ચારે કોર સેનાને ફરતી કરી નાખવી. આમ છટકું ગોઠવવાથી એક રાત્રે માછલી જેમ જાળમાં સપડાઈ જાય તેમ રોહિણીયો ફસાઈ જઈ પકડાઈ ગયો.
પણ મહાઉસ્તાદ ચોર કોઈ રીતે પોતે ચોર છે તેમ કબૂલ ન થયો અને બાજુના શાલિગ્રામમાં રહેનારો દુર્ગચંડ નામનો પટેલ છું એમ જણાવ્યું. તેની પાસે કંઈ ચોરીનો માલ તો તે વખતે હતો નહીં. હવે સાબિતી વિના ગુનો કેમ ગણાય અને સજા કેમ થાય ? શાલિગ્રામમાં તપાસ કરતાં દુર્ગચંડ નામનો પટેલ તો હતો પણ કેટલાક વખતથી તે ક્યાંક જતો રહ્યો છે, એવા સમાચાર મળ્યા.
હવે અભયકુમારે ચોર પાસે કબૂલાત કરાવવા એક કીમિયો કર્યો. તેણે દેવતાના વિમાન જેવા એક મહેલમાં સ્વર્ગ જેવો દેખાવ ઊભો કર્યો. તેમાં ચોરને મઘ પાઈ બેભાન કરી, મહામૂલા કપડા પહેરાવી એક રત્નજડિત પલંગ ઉપર સુવાડ્યો અને ગંધર્વો જેવાં વસ્ત્ર પહેરાવી સંગીતનૃત્ય કરતાં દાસ-દાસીઓને બધું શીખવાડી તહેનાતમાં રાખ્યા. ચોરનો નશો ઊતર્યો અને જાગ્યો ત્યારે આ ઇંદ્રપુરી જેવો દેખાય જોઈ આશ્ચર્ય પામ્યો. નર નારીઓએ અભયકુમારની સૂચના મુજબ જય થાઓ, આનંદ કરો. એમ જયઘોષ કરી કહ્યું કે, હે ભદ્ર, તમે આ વિમાનમાં દેવતા થયા છો. તમે અમારા સ્વામી છો, તેથી અપ્સરાઓ સાથે ઈંદ્રની જેમ ધવ કરો. આવી ચતુરાઈયુક્ત ઘણી ખુશામત કરી. ચોરે વિચાર કર્યો કે ખરેખર હું દેવતા થયો છું?
ગંધર્વો જેવા બીજા સેવકો સંગીત ગાતા હતા તેવામાં એક સુવર્ણની છડી લઈ કોઈ પુરુષ અંદર આવી કહેવા લાગ્યો : સબૂર દેવલોકના ભોગ ભોગવતાં પહેલાં નવા દેવતા પોતે કરેલ સુકૃત્ય અને દુષ્કૃત્ય જણાવે - આવો આચાર છે. તો બોલો તમારા પૂર્વ ભવનાં સુકૃત્ય વગેરે છે. રોહિણીયાએ આ વખતે વિચાર્યું કે ખરેખર આ દેવલોક છે? આ બધા દેવ-દેવીઓ છે કે અભયકુમારનું આ મારી પાસે કબૂલાત કરાવવાનું એક કાવનું છે ?
વિચારતાં વિચારતાં તેને પ્રભુ મહાવીરની વાણી યાદ આવી. આ લોકોના પગ જમીન ઉપર છે. ફૂલની માળા કરમાયેલી છે અને પરસેવો પણ તેમને થાય છે. ઉપરાંત આંખ ખૂલે છે અને સિંચાય છે. નિમેષ નથી, તેથી આ બધી માયા છે. આ દેવતાઓ હોય જ નહીં. એમ મનથી નક્કી કરી ખોટા જવાબો આપ્યા કે, મેં ગયા ભવમાં જૈન ચૈત્ય કરાવ્યાં છે. પ્રભુપૂજા અષ્ટ પ્રકારે કરી છે. તીર્થયાત્રાઓ કરી છે. સદ્ગરની ભક્તિ