________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૬
- -
- -
-
શ્રી ઢંઢણકુમાર
૨૦.
શ્રીકૃષ્ણ વાસુદેવને ઢંઢણા સ્ત્રીથી ઢંઢણકુમાર નામનો પુત્ર હતો. ઉંમરલાયક થતાં શ્રી નેમિનાથ પાસેથી ધર્મ સાંભળી સંસારથી વિરક્ત થઈ તેમણે દીક્ષા લીધી દીક્ષા લીધા બાદ તેઓ ગોચરીએ જવા લાગ્યા પણ પૂર્વ ભવના અંતરાય કર્મનો ઉદય થતાં જ્યાં જ્યાં ગોચરી માટે જાય ત્યાં ત્યાં કંઈ આહારધિક ન મળે એટલું જ નહીં પણ તેમની સાથે જો કોઈ સાધુ હોય તો તેમને પણ ગોચરી ન મળે એવું બનવા લાગ્યું. આથી સર્વ સાધુઓએ મળી શ્રી નેમિનાથ ભગવાનને પૂછ્યું કે, હે પરમાત્મા! તમારા જેવાના શિષ્ય અને શ્રીકૃષ્ણ વાસુદેવ જેવાના પુત્ર અને ધાર્મિક, ધનાઢ્ય અને ઉદાર ગૃહસ્થવાળી આ નગરીમાં શ્રી ઢંઢણમુનિને ગોચરી કેમ મળતી નથી? તેથી ભગવાને કહ્યું કે, તેમના પૂર્વ ભવનાં કર્મો ઉદયે આવવાથી આમ થાય છે. સાધુઓએ તેમના પૂર્વ ભવ જાણવાની ઇચ્છા બતાવી તેથી શ્રી નેમિનાથ ભગવાને તેમનો પૂર્વભવનો વૃત્તાંત કહેતાં કહ્યું કે, પૂર્વ મગધ દેશમાં પરાશર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ગામના લોકો પાસે રાજ્યનાં ખેતરો વવરાવતો હતો. દરરોજ ભોજન વેળા થાય અને બધાની ભોજન સામગ્રી આવી જાય તો પણ તે ભોજન કરવાની બધાને રજા આપતો ન હતો અને ભૂખ્યા લોકો પાસે પણ ભૂખ્યા બળદોથી ચાલતાં હળ ખેડાવીને અસહ્ય મજૂરી કરાવતો હતો. એ કાર્યથી તેણે અંતરાય કર્મ બાંધ્યું છે અને તે અંતરાય કર્મ હાલ તે ઉદયે આવવાથી ભોગવી રહ્યા છે. આ પ્રમાણેનાં વચનો બધા સાધુઓની સાથે ઢંઢણ મુનિએ પણ ભગવાન દ્વારા સાંભળ્યાં. આ સાંભળી તેમને અત્યંત સંવેગ થયો અને તરત જ પ્રભુ પાસે અભિગ્રહ લીધે કે, આજથી હું પરલબ્ધિ નહીં કરું. કોઈએ લાવેલી ગોચરી હું વાપરીશ નહીં. મને પોતાને જ જો મારી લબ્ધિ દ્વારા જ ભોજન મળશે તો તે વાપરીશ. આ રીતે તેમણે કેટલોક કાળ આહાર નિર્ગમન કર્યો. એક વખત સભામાં બેઠેલામાંથી શ્રીકૃષ્ણ વાસુદેવે ભગવાન નેમિનાથને પૂછ્યું કે, આ સર્વ સાધુમાં દુષ્કર કાર્ય કરનાર કોણ છે? પ્રભુએ કહ્યું, બધા જ મુનિ દુષ્કર કાર્ય કરે છે પણ ઢઢણમુનિ સર્વથી અધિક છે. કારણ કે તેઓ આવો સખ અભિગ્રહ ઘણા કાળથી પાળે છે. ત્યાર બાદ શ્રીકૃષ્ણ વાસુદેવ પ્રભુને વાંદી પોતાના મહેલે જતા હતા તેવામાં માર્ગમાં ઢંઢણમુનિને ગોચરીએ જતા જોયા. એટલે હાથી ઉપરથી ઊતરી તેમણે ભક્તિપૂર્વક ઢઢણમુનિને નમસ્કાર કર્યા. આ રીતે શ્રીકૃષ્ણ વાસુદેવને વંદન કરતા