________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૩૪
વિજય શેઠ - વિજ્યા શેઠાણી
ભરત ક્ષેત્રના કચ્છ દેશમાં એક વિજ્ય નામનો શ્રાવક વસતો હતો. નાનપણમાં ધાર્મિક સંસ્કારોને લીધે મહિનાના અંધારા પક્ષમાં એટલે વદના પખવાડિયે ચોથું વ્રત પાળવું એવો નિશ્ચય કર્યો હતો. કર્મ સંજોગે વિજ્યા નામે એક સુંદર કન્યા સાથે તેમનાં લગ્ન થયાં. વિજ્યાએ સુગુરુનો જોગ મળવાથી શુકલ પક્ષમાં ચોથું વ્રત પાળવાનો નિયમ લીધેલ હતો. શુભ દિવસે તેમના વિવાહ થયા. પરણ્યા બાદ રાત્રે પિયુને મળવા સારા શણગાર સજી શયન કક્ષમાં પહોંચી. અંધાર પક્ષના ત્રણ દિવસ બાકી હતા એટલે વિજયે કહ્યું, આપણે ત્રણ દિવસ પછી સંસારસુખ માણશું. મેં અંધારા પક્ષમાં બ્રહ્મચારી રહેવાનો નિયમ લીધેલ છે. આ સાંભળી વિજ્યા ચિંતાતુર થઈ ગઈ. તેને દિગ્મૂઢ થયેલી જોઈ વિષે પૂછ્યું, કાં મારું આટલું વ્રત પાળવામાં તું સહકાર નહીં આપે ? ત્યારે વિજ્યાએ કહ્યું કે, તમે અંધારા પક્ષમાં બ્રહ્મચારી રહેવાનું વ્રત લીધું છે તેમ મેં શુક્લ પક્ષમાં બ્રહ્મચારી રહેવાનું ચોથું વ્રત અંગીકાર કર્યું છે. વધારામાં વિજ્યાએ કહ્યું, તમે સુખેથી બીજી સ્ત્રી સાથે લગ્ન કરી તમારૢ વ્રત પ્રમાણે અંધારા પક્ષમાં બ્રહ્મચારી રહેજો અને નવી સ્ત્રી સાથે શુક્લ પક્ષમાં સંસારસુખ ભોગવજો. ત્યારે વળતો ભરથારે જવાબ આપ્યો, અરે ! આપણે લીધેલ વ્રત જિંદગી સુધી બરાબર પાળીશું અને તેની ખબર કોઈને નહીં પડવા દઈએ. માત-પિતા જ્યારે આપણા આ વ્રતની વાત જાણશે ત્યારે આપણે દીક્ષા લઈ લેશું. આવી રીતે બન્નેએ વિચારી, જિંદગી પર્યંત વ્રત બરાબર પાળવા નિશ્ચય કર્યો.
૧૯.
એક જ રૂમમાં એક જ પલંગમાં બન્ને સાથે સૂતાં હતાં પણ એકબીજાંનું અંગ એક બીજાંને ન અડે તે માટે બન્ને વચ્ચે એક તલવાર રાખતાં. આ રીતે પર્વત જેવાં અડગ રહી તેઓ દુનિયાની આંખે સંસારી પણ ખરેખરાં વૈરાગી તરીકે રહ્યાં.
ઘણાં વર્ષો આ રીતે વહ્યાં. એક વાર ચંપાનગરીમાં વિમળ નામના કેવળી સમોસર્યા. ત્યાંના એક શ્રાવક જીનદાસે કહ્યું કે, જિંદગીનો એક મનોરથ છે કે ચોરાશી હજાર સાધુ મારા ઘરે પારણું કરે. ત્યારે વિમળ કેવળીએ કહ્યું, એ વાત બનવી સંભવિત લાગતી નથી, કારણ એટલા તપસ્વી સાધુઓ ક્યાંથી આવે ? તેમને સુજતો આહાર ક્યારે વોહરાવાય ? પણ એટલું જ ફળ મળે એવો એક રસ્તો છે ખરો - જો તમો