________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૫
| ભરતેશ્વર અને બાહુબલિ - ૨ | ૯.
બાહુબલિજીએ એક વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. શરીર ઉપર સેંકડે શાખાઓ વાળી લતાઓ વટાઈ હતી અને પક્ષીઓએ શરીરમાં માળા બાંધ્યા. તે સમયે ભગવાન શ્રી ષભદેવે બ્રાહ્મી અને સુંદરીને બોલાવી બાહુબલિજી પાસે જવા કહ્યું અને મોહની કર્મના અંશરૂપ માન (અભિમાન)ને લીધે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આથી બ્રાહ્મી અને સુંદરી બાહુબલિજી જ્યાં તપ કરતા હતા ત્યાં આવી ઉપદેશ આપવા લાગ્યાં અને કહ્યું, હે વીર ! ભગવાન એવા આપણા પિતાજીએ કહેવરાવ્યું છે કે હાથી ઉપર બેઠેલાને કેવળજ્ઞાન થતું નથી. આ સાંભળી બાહુબલિજી વિચારવા લાગ્યા કે, હું ક્યાં હાથી ઉપર બેઠો છું પણ આ બન્ને ભગિનીઓ ભગવાનની શિષ્યા છે તે અસત્ય ન બોલે અને સમજાયું કે, હું વયે મારાથી નાના પણ વ્રતથી મોટા મારા ભાઈને હું કેમ નમસ્કાર કરું? - એવું જે અભિમાન માને છે તે રૂપી હાથી ઉપર હું બેઠો છું. આ વિનય મને નથી લાળો. એઓ કનિષ્ટ છે એમ ધારી એમને વાંદવાની ઇચ્છા મને ન થઈ. હવે હમણાં જ ત્યાં જઈ એ મહાત્માઓને વંદન કરું. આમ વિચારી બાહુબલિએ પોતાનો પગ ઉપાડ્યો. અને બધાં દેહાનિકર્મ તૂટી ગયાં અને તે જ પગલે આ મહાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
ભરત મહારાજા એક દિવસ સ્નાન કરી, શરીરને ચંદન વડે વિલેપન કરી, સર્વ અંગે દિવ્ય રત્નનાં આભૂષણો ધારણ કરી, અંત:પુરના આદર્શગૃહમાં ગયા. ત્યાં સામે જડેલા દર્પણમાં પોતાનું સ્વરૂપ જોતા હતા ત્યાં પોતાની એક આંગળીમાંથી મુદ્રિકા પડી ગઈ. એ આંગળી ઉપર નજર પડતાં તે કાંતિ વિનાની લાગી, એથી વિચાર્યું કે, આ આંગળી શોભારહિત કેમ છે ? જો બીજાં આભૂષણ ન હોય તો તે પણ શોભારહિત લાગે ? એમ વિચારતાં વિચારતાં એકેક આભૂષણ ઉતારવા લાગ્યા. બધાં આભૂષણ ઊતરી ગયાં ત્યારે પોતાનું શરીર પાંદવું વગરના મડ જેવું લાગ્યું. શરીર મળ અને મૂત્રાદિકથી મલિન છે. તેના ઉપર કપૂર અને કસ્તુરી વગેરેના વિલેપનને પણ તે દૂષિત કરે છે એમ સમ્યક પ્રકારે વિચારતાં વિચારતાં ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ શુક્લધ્યાન પામતા અને સર્વે ઘાતિ કર્મના ક્ષય થવાથી કેવળજ્ઞાન પામ્યા.