________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૧૩
ભરતેશ્વર અને બાહુબલિ
ભગવાન આદિનાથને બે પત્ની : સુમંગલા અને સુનંદા.
સુમંગલા અને ઋષભ યુગલીયા તરીકે સાથે જન્મેલા.
સુનંદાનો સાથી યુગલીઓ એક તાડના વૃક્ષ નીચે માથા ઉપર ફળ પડવાથી મરણ પામેલો. યુગલીઆમાં બેમાંથી એક મરણ પામે એવો આ પહેલો બનાવ હતો.
૮.
સૌધર્મેન્દ્ર ઇન્દ્ર ઋષભદેવ પાસે આવી કહ્યું તમે સુમંગલાને તથા સુનંદાને પરણવા યોગ્ય છો, જો કે તમો ગર્ભાવસ્થાથી જ વીતરાગ છો પણ મોક્ષમાર્ગની પેઠે વ્યવહાર માર્ગ પણ આપનાથી જ પ્રગટ થવાનો છે. આ સાંભળી અવધિજ્ઞાન વડે ૠષભદેવે પોતાને ૮૩ લાખ પૂર્વ સુધી ભોગકર્મ ભોગવવાનું છે જાણી, મસ્તક ધુણાવી ઇન્દ્રને અનુમતી આપી અને સુનંદા તથા સુમંગલા સાથે ઋષભદેવનાં લગ્ન થયાં.
સમય જતાં ઋષભદેવને સુમંગલાથી ભરત અને બ્રાહ્મી નામે પુત્ર-પુત્રી જન્મ્યાં, અને સુનંદાથી બાહુબલિ અને સુંદરી જન્મ્યા. ઉપરાંત સુમંગલાથી બીજાં ૪૯ જોડલાં જન્મ્યાં.
વખત વીતતાં ઋષભદેવે પ્રવજ્યા અંગીકાર કરવાનો નિશ્ચય કર્યો અને ભરતને તે સૌથી મોટો હોવાથી બોલાવી રાજ્ય અંગીકાર કરવા જણાવ્યું અને યોગ્યતા પ્રમાણે બાહુબલિ વગેરેને થોડા દેશ વહેંચી આપ્યા અને ચારિત્ર ગ્રહણ કર્યું.
ભરત મહારાજાએ જુદા જુદા દેશો ઉપર પોતાની આણ પ્રસરાવી, ચક્રેશ્વરી બનવા બધા પ્રયત્નો કર્યા. આ અંગે અઠાણું બીજા ભાઈઓએ ભરતની આણ સ્વીકારવી કે નહિ તે અંગે પોતે નિર્ણય ન કરી શકવાથી ભગવાન શ્રી આદિનાથની સલાહ લેવા ગયા. ભગવાને તેમને બોધ આપ્યો કે, સાચા દુશ્મનો મોહ-માન, માયા, દ્વેધ વગેરે સામે લડો એટલે કે ચારિત્ર અંગીકાર કરો. આથી તેઓ અઠાણું ભાઈઓએ ભગવાન પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ચક્રરત્ન જુદા જુદા દેશોમાં ફરી બધી જગ્યાએ જીત મેળવી પાછું આવ્યું. પણ ચક્રને આયુ ધર્મશાળામાં પ્રવેશ ન કર્યો. ભરત રાજાએ કારણ પૂછતાં મંત્રીશ્વરે કહ્યું કે, તમારા ભાઈ બાહુબલ ઉપર તમારી આણ નથી. તેઓ તમારા