________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ! ર૧
સનતકુમાર ચક્રવતી
કુરૂ-દેશના ગજપુર નગરમાં સનતકુમાર રાજ્ય ચલાવતા હતા. તેઓએ બધા રાજા રજવાડાને વશ કરી ચક્વર્તી પદ પ્રાપ્ત કર્યું હતું. તેઓ અતિશય રૂપવાન હતા. એટલું સુંદર રૂપ પૃથ્વી ઉપર કોઈનું ન હતું. એટલે ઈંદ્ર મહારાજાએ દેવોની સભામાં સનતકુમારના રૂપની પ્રસંશા કરી. ઇંદ્ર મહારાજની આવી વાણી સાંભળી બે દેવોને શંકા ઉત્પન્ન થઈ. ખેદ પામીને બન્ને દેવો રૂપની પરીક્ષા કરવા બ્રાહ્મણનું રૂપ લઈ સનતકુમાર પાસે આવ્યા. એ વખતે સનતકુમાર નાહવા બેઠેલા હતા, તે રૂ૫ જોઈ બન્ને દેવો હર્ષ પામ્યા અને ખરેખર આવું રૂપ ત્રણ જગતમાં કોઈનું ન હોય એમ સમજી સનતકુમારને તમારું રૂપ જોવા ઘણા દૂરથી આવ્યા છીએ અને ખરેખર વિધાતાએ તમારું રૂપ બેનમૂન ઘડ્યું છે એમ કહી રૂપનાં ઘણાં વખાણ કર્યા, ત્યારે સનતકુમારે જવાબ આપ્યો, અત્યારે તો આ મારી કાયા નહાવાના વખતે પીઠીથી ભરેલી છે અને કાયા ખેરથી ભરેલી હોવાથી બરાબર નથી. ખરેખર હું નાહી, મારા પોષાક-અલંકાર વગેરે સજી રાજ્યસભામાં બેસું ત્યારે તમે મારું રૂપ જોજો. ખરેખર તો રૂપ જોવું હોય તો રાજ્યસભામાં આવજો.
રાજ્યસભાની તૈયારી થઈ. સનતકુમાર પૂરાં આભૂષણો સજી આવ્યા અને બન્ને દેવો પણ બ્રાહ્મણના વેશમાં ત્યાં સનતકુમારનું રૂપ જોવા આવ્યા. રૂપ જે નહાવા બેઠેલા ત્યારે હતું તેવું તેમને ન દેખાયું અને કાયા રોગોથી ભરેલી દેખાઈ. અને સનતકુમારને કીધું, ના, તમારી કાયા તો રોગથી ભરેલી છે. સનતકુમારને એક વિચાર ધક્કો તો લાગ્યો પણ કહે, અરે, મારા રૂપમાં ક્યાં હોઈ ખામી છે. હું ક્યાં રોગી છું. દેવે કહ્યું કે, એક નહીં સોળ રોગથી તમારી કાયા ભરેલી છે. સનતકુમારે અભિમાનથી કીધું કે, તમો બ્રાહ્મણો પછાત બુદ્ધિના છો. આથી બ્રાહ્મણોએ કીધું, જુઓ એક વાર થંકી જુઓ. તરત સનતકુમાર જેમનું મોં તંબોળથી ભરેલું હતું તેમણે ઘૂંકીની જોયું તો તેમાં કીડા ખદબદતા હતા. આ જોઈ તેઓ વિચારવા લાગ્યા. અરે રે ! આવી મારી કાયા - આ કાયાનો શો ભરોસો - એમ વિચારી છ ખંડનું રાજ્ય - કુટુંબકબીલા બધું ત્યાં જ વોસિરાવી ચારિત્ર ગ્રહણ કરી લીધું.