________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૯
| શ્રી અમરકુમાર
૧૨.
E
રાજગૃહી નગરીના શ્રેણિક રાજા ત્યારે ધર્મ ન હતા. તેઓ ચિત્રશાળા માટે એક સુંદર મકાન બંધાવતા હતા. કોઈક કારણસર તેનો દરવાજો બનાવે ને તૂટી પડે. વારંવાર આમ બનવાથી મહારાજાએ ત્યાંના પંડિતો અને જોશીને બોલાવી આ અંગે શું કરવું જોઈએ તેની સલાહ માગી. ,
બ્રાહ્મણ પંડિતોએ કોઈ બત્રીસ લક્ષણા બાળકને બલિ બનાવી હોમવાની સલાહ આપી આથી બત્રીસ લક્ષણા બાળકની શોધ ચાલી. આવો બાળક ક્યાંથી લાવવો ? રાજાએ એ અંગે ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે, જે કોઈ તેનું બાળક હોમવા આપશે તેને તે બાળકના વજન જેટલા સોનૈયા આપવામાં આવશે.
આ જ રાજગૃહી નગરીમાં એક ઋષભદાસ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેની ભદ્રા નામે સ્ત્રી હતી. તેમને ચાર પુત્ર હતા. કોઈ ખાસ આમદાની કે આવક ન હોવાથી કંગાળિયત ભોગવતાં હતાં તેમણે ચારમાંથી એક દીકરો રાજાને બલિ તરીકે આપી દેવા વિચાર કર્યો, જેથી સોનૈયા આવવાથી ઘરની કંગાળિયત ટળી જાય.
આ ચાર પુત્રમાં એક અમરકુમાર માને અળખામણો, એક વાર જંગલમાં લાકડાં કાપવા ગયેલ ત્યારે ત્યાં એક જૈન મુનિએ નવકાર મંત્ર તેને શીખવેલ. તેણે માબાપને ઘણી વિનંતી કરી - “પૈસાને માટે મને મારી ન નખાવો." આવા જ આઠંદ સાથે તેને વિનંતી કાકાને. મામાને, ઇત્યાદિ સગાંવહાલાંને કરી. કોઈએ એની વાત ન માની બચાવવા કોઈ તૈયાર ન થયું. આથી રાજાએ તેના વજન જેટલા સોનૈયા આપી અમરકુમારનો કબજો લીધો.
અમરકુમારે રાજાને બહુ આજીજી કરી બચાવવા કહ્યું. રાજાજીને દયા તો આવી પણ તેમાં તે કંઈ ખોટું કરતો નથી. એમ મન મનાવ્યું. સોનૈયા લઈ બાળક ખરીદ્યો છે. વાંક હોય તો તેનાં માતાપિતાનો છે. તેમણે પૈસા ખાતર બાળકને વેચ્યો છે.
હું બાળક હોયું તો તેમાં મારો ગુનો નથી - એમ વિચારી છેવટે ભટ્ટજી જેઓ સામે આસન ઉપર બેઠેલા તેમની સામે જોયું.