________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | રર
તેમના સેનાપતિ, તેમની સ્ત્રીઓ વગેરેએ હાથ જોડી ઘણી વિનંતીઓ રાજ્યમાં રહેવાની, રાજ્ય ચલાવવાની કરી પણ તેઓ કશું સાંભળ્યા વિના ચારિત્રમાં મક્કમ રહ્યા. કોઈને જવાબ સરખો પણ ન આપ્યો અને વિહાર કરી ગયા.
ફરી પાછા ઇન્દ્ર તેના સંયમ અને નિ:સ્પૃહતાની અને તેમની લબ્ધિની પ્રશંસા કરી. એટલે વળી એક દેવને સનતઋષિની પરીક્ષા કરવાનું મન થયું અને વૈઘનું રૂપ લઈ સનતમુનિની પાસે આવી તેમની દવા કરવા કહ્યું. સનતકુમારે કહ્યું, મારે કોઈ પાસે દવા નથી કરાવવી. મારાં કર્મ બધાં ખપાવવાં જ છે. એટલે ભલે રોગનો હુમલો હોય, દવા કરી દુઃખ નથી મટાડવું. દવા તો તેમની પાસે ક્યાં નથી? ઘણી વિદ્યાઓ પ્રાપ્ત થઈ છે. જુઓ આ ઘૂંક મારું જ્યાં જ્યાં લગાડું ત્યાં બધું મટી જાય, કાયા કંચન વરણી થઈ જાય. એમ કહી પોતાનું ઘૂંક શરીરની એક આંગળી પર ચોપડ્યું. તે ભાગ ચોખ્ખો કંચન જેવો થઈ ગયો - આવી ઋષિની લબ્ધિ જોઈ રાજી થઈ દેવ તેમના
સ્થાનકે ગયા. સનતકુમારે આ રોગનો પરિષહ સાતસો વરસ સુધી સહ્યો. પણ કદી તેનો ઉપચાર ન કર્યો, સમતા રાખી કાળ કરી, ત્રીજા દેવ લોકે ગયા. આ પછી બીજો એક ભવ કરી મોક્ષે જશે.
-
-
* * * *
| ધૂપસળી જગતની અપવિત્રતા ને દુગધ દૂર કરવા એણે સ્વાર્પણનું વ્રત લીધું..ને એ નાનકડી સુગંધરાણી, કશાય અવાજ વિના, ધીમે ધીમે જલતી રહીને, મૂંગા સ્વાર્પણયજ્ઞની સુવાસભરી આહુતિ બની ગઈ.
તે આગ સ્વીકારની ગઈ એમ એમ તો તેની સુગંધ વધુ ને વધુ પ્રસરતી રહી.
ધીમે ધીમે એનો દેહ ખાખ થવા લાગ્યો ને એનો જીવનધૂપ વાતાવરણને સુવાસિત તેમ જ શુદ્ધ બનાવતો, સર્વત્ર સ્નેહ અને સદભાવનો પવિત્ર પમરાટ પ્રસારતો, સમર્પણ ભાવનાનું મૂક સંગીત રેલાવતો રહ્યો.
ધૂપસળીની જેમ પવિત્રતા પ્રસરાવીએ.
,
- ,