________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૩
મેધકુમાર
મહાવીર પ્રભુ રાજગૃહી નગરીએ પધાર્યા. મહારાજા શ્રેણિક, અભયકુમાર, ધારણી દેવી વગેરેએ ભગવાનની દેશના સાંભળી શ્રેણિક રાજાએ સમતિનો આશ્રય કર્યો અને અભયકુમારે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. દેશનાના અંતે પ્રભુને પ્રણામ કરી પરિવાર સાથે રાજભવન પધાર્યા. ત્યારે તેમના એક પુત્ર મેઘકુમારે ભક્તિથી અંજિલ જોડી, પ્રશ્નના કરી કે, શ્રી વીરપ્રભુ જે ભવ્ય લોકોના સંસારને તારનારા છે અને સ્વયં અત્રે પધારેલ છે, તેમનાં ચરણમાં જઈ દીક્ષા લઉં કારણ કે હું અનંત દુ:ખદાયી સંસારથી થાકી ગયો છું.
૧૪
પુત્રનાં આવાં વચન સાંભળી શ્રેણિક અને ધારણી બોલ્યાં કે, આ વ્રત કંઈ સહેલું નથી. મેઘકુમારે જવાબ આપ્યો કે, સુકુમાર છું છતા સંસારથી ભય પામેલો હોવાથી દુષ્કર વ્રતને આદરીશ. શ્રેણિક રાજાએ એક વાર રાજ્યનો ભાર ગ્રહણ કરી તેમના જીવને શાંતિ આપવા વિનંતિ કરી. મેધકુમારે તેમ કરવા હા પાડી એટલે મોટો મહોત્સવ કરી મેઘકુમારને રાજ્યગાદી પર બેસાર્યો અને હર્ષિત થઈ શ્રેણિક મહારાજાએ મેઘકુમારને કહ્યું, હવે તને શું કરી આપું - ત્યારે મેઘકુમારે કહ્યું કે, તમો ખરેખર મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને રજોહરણ અને પાત્રા મંગાવી દો. મહારાજા વચનથી બંધાયેલા હોવાથી કચવાતે મને પણ તેમ કરવું પડ્યું અને મેઘકુમારે પ્રભુ પાસે જઈ દીક્ષા લીધી.
દીક્ષાની પહેલી જ રાત્રે નાનામોટા સાધુના ક્રમ પ્રમાણે મેધકુમાર છેવટના સંથારા ઉપર સૂતા હતા તેથી બહાર જતા-આવતા મુનિઓનાં ચરણ વારંવાર તેમના શરીર સાથે અથડાતાં હતાં. આથી રાત્રે તેઓ ઊંઘી ન શક્યા અને વિચારવા લાગ્યા કે, હવે હું વૈભવ વગરનો થઈ ગયો એટલે બીજા મુનિઓ તેમના પગથી સંઘટ્ટ કરતા જાય છે. વૈભવ જ સર્વે જગ્યાએ પુજાય છે. મારે વ્રતને છોડી દેવું જોઈએ. વ્રત છોડી દેવાનું મનથી નક્કી કરી સવારે તેઓ પ્રભુ પાસે ગયા.
પ્રભુ કેવળજ્ઞાની હોવાથી મેઘકુમારનો ભાવ જાણી તેમને સમજાવવા લાગ્યા કે, તારા આગલા ભવો સાંભળ. ગયા ભવમાં તું વિંધ્યાચળમાં હાથી હતો. એક વખત