________________
૧.
૨.
3.
૪.
૬.
અમરકુમાર
અમરકુમાર એક બ્રાહ્મણ પુત્ર હતો. અત્યંત ગરીબ હતો. સાથોસાથ અત્યંત સરળ હતો. તો પણ બિચારો માતાપિતાને અપ્રિય હતો. માતા એમના પ્રત્યે ભારે દ્વેષ રાખતી હતી, ક્યારેય એને સારું ભોજન પણ નહોતી આપતી.
9.
એક દિવસ તેઓ જંગલમાં લાકડાં કાપવા માટે ગયા હતા. ત્યારે જૈન ગુરુ ભગવંતની પાસે નવકારમંત્ર ભણ્યા.
એક દિવસ ત્યાંના રાજા મહેલ બનાવડાવી રહ્યા હતા, પરંતુ દરવાજો પડી જતો હતો.
૫. અમર ઘણું રડ્યા... સૌને ધણું કરગર્યા. બોલ્યા કે, "હું તમારી સેવા કરીશ. મારા પર કૃપા કરીને મને બચાવો. મૃત્યુથી છોડાવો." પરંતુ કોઈ બચાવી ના શક્યું. અંતમાં રાજ્યના સિપાઈઓ પકડીને લઈ ગયા.
ત્યારે કોઈ જ્યોતિષીનું કહેવું થયું કે, તમે એક બત્રીસ લક્ષણવાળા બાળકનો બલિ આપો, તો જ દરવાજો ઊભો રહેશે. જયારે રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે કોઈ ઉત્તમ બાળક બિલ માટે આવશે, તેને સવા લાખ સુવર્ણમહોર આપવામાં આવશે. ત્યારે આ માતા-પિતા અમરકુમારને ધનની લાલચમાં વેચવા માટે તૈયાર થઈ ગયાં.
જ્યારે હોમની તૈયારી થઈ, કોઈ શરણ ન રહેતાં, જૈનમુનિએ આપેલા સો "નવકારમંત્ર" ગણવા લાગ્યા. એક માત્ર એમના સ્મરણથી એક દૈવી ચમત્કાર થયો. અગ્નિ શાંત થઈ ગયો, સિંહાસન પર બેસાડી અમરકુમારને લઈ ગયા. રાજા-પ્રજા સૌ મરી ગયા.
બાળકે છાંટા નાખતાં સૌ જીવિત થયા. પછી અમરકુમારે દીક્ષા લીધી, તો પણ એમની માતાએ એમને મારી નાખ્યા.
અંતમાં સમાધિભાવથી મૃત્યુ થતાં સ્વર્ગમાં ગયા...
ધન્ય અમરકુમાર